દુર્ઘટના@રાજકોટ: રિક્ષાની હડફેટે ઈજાગ્રસ્ત થયેલા યુવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

 વૃદ્ધ બેભાન થતાં હોસ્પિટલ ખસેડ્યાં તબીબી મૃત જાહેર કર્યા

 
 દુર્ઘટના@રાજકોટ: રિક્ષાની હડફેટે ઈજાગ્રસ્ત થયેલા યુવાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે.  રાજકોટ શહેરમાં ગઈકાલે ધુળેટીના દિવસે એક સાથે બે-બે પરિવાર માટે તહેવાર માતમમાં ફરી ગયો હતો. જેમાં વાહન હડફેટે ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધ અને યુવાને સારવાર દરમિયાન દમ તોડી દેતા મોત નીપજ્યું હતું. બન્ને ઘટનામાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોઠારીયા નજીક સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જવાના ચોકમાં ગત તારીખ 22મી માર્ચ 2024ના રોજ 40 વર્ષીય મનોજ ગોરધનભાઈ વાઘેલા પોતાનું ઇલેક્ટ્રિક વાહન GJ-03-MK-0704 લઈને જતા હતા, ત્યારે બપોરના 11.45 વાગ્યા આસપાસ પુરપાટ ઝડપે આવતા છકડો રિક્ષા નંબર GJ-03-AV-0127 ટક્કર મારી નાસી છૂટ્યો હતો.


જેમાં વાહન ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગઇકાલે રાત્રીના 8.30 વાગ્યે સારવાર દરમિયાન દમ તોડી દેતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફ દ્વારા જાણ આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી મૃતકના ભાઈ રાજુભાઇની ફરિયાદ આધારે છકડો રિક્ષાના ચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


રાજકોટમાં 61 વર્ષીય હેમતભાઇ વીરાભાઇ વાઘેલા ગત 23મી ફ્રેબુઆરી 2024ના રોજ સાંજે 4 વાગ્‍યે રિક્ષા હંકારીને જતાં હતાં, ત્‍યારે મવડી ગામના સ્‍મશાન પાસે ડ્રીમ રેસીડેન્‍સી પાસે પહોંચતા કારની ઠોકરે ચડી જતાં ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં. ત્‍યાં 21 દિવસ સારવાર લીધા બાદ ઘરે લઇ જવાયા હતાં. ગઈકાલે ધુળેટી પર્વના દિવસે જ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ અહીં મૃત જાહેર કરવામાં આવતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક હેમતભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી-બે પુત્ર છે. હાલ બનાવ અંગે પોલીસે અકસ્‍માત સર્જનાર કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.