દુર્ઘટના@અમદાવાદ: કારચાલકે વૃદ્ધને પાછળથી ટક્કર મારતા વૃદ્ધનું સ્થળ પર મોત
કારચાલક નાસી ગયો હતો. આ હિટ એન્ડ રનની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
Oct 15, 2024, 17:14 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેમાં એક વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
અમદાવાદની અનુપમ સિનેમાથી ન્યુ કોટન માર્ગ પર વહેલી સવારે મોર્નિંગ વોક પર એક વૃદ્ધ નીકળ્યા હતા. ત્યારે એક કારચાલકે વૃદ્ધને પાછળથી ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં વૃદ્ધનું સ્થળ પર જ મોત થયું હતું.
જ્યારે કારચાલક નાસી ગયો હતો. આ હિટ એન્ડ રનની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારચાલકની શોધખોળ શરૂ કરી છે.