બનાવ@હળવદ: નદીના કાંઠે પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી હૃદય કંપાવી ઉઠે એવો આત્મહત્યાનો બનાવ સામે આવતોજ હોય છે.જાણવા મળતી માહિતી મુજબ મૂળ શણગાલ ગામના રહેવાસી રાહુલભાઈ બાબુભાઈ તરાર ઠાકોર (23) અને હિરલ ઘીરાજીભાઈ તરાર ઠાકોર ને પ્રેમ સબંધ હતો જેથી તે બંને તેના ઘરેથી ભાગી ગયા હતા અને મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનગર ગામે બ્રાહ્મણી નદીના કાંઠે પીપળના ઝાડ સાથે ચૂંદડી બાંધીને આપઘાત કરી લીધો હતો.
આ બંને યુવક યુવતી ગાતા તા 11 થી તેના ઘરેથી ભાગી ગયા હતા જેથી કરીને તેને તેઓના પરિવારજનો શોધી રહ્યા હતા દરમ્યાન મોબાઈલ લોકેશન આધારે તે બંને મોરબી જીલ્લામાં હોવાની સામે આવ્યું હતુ જેથી યુવતીના પિતા તેને શોધવા માટે મોરબી જીલ્લામાં આવ્યા હતા તેવામાં બંનેએ પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હતો.
જેથી કરીને મૃતક યુવતી હિરલબેનના પિતા ધીરાજીભાઈ નાથાજીભાઈ તરાર ઠાકોર (40) બંનેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેઓ દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે. વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. જી.પી. ટાપરીયા ચલાવી રહ્યા છે.