ધાર્મિક@મહેસાણા: પાલોદ ગામે ચોસઠ જોગણી માતાજીના મેળાના બીજા દિવસે માતાજીની સગડીઓ પરથી વરતારો જોવાયો

 જાહેર જીવનમાં શાંતિ ટકી રહેશે.
 
ધાર્મિક@મહેસાણા: પાલોદ ગામે ચોસઠ જોગણી માતાજીના મેળાના બીજા દિવસે માતાજીની સગડીઓ પરથી વરતારો જોવાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં પાલોદર ગમે જોગણી માતાજીનો  ઉત્સવ ઉજવવામાં આવ્યો રહ્યો છે. લોકો ધામ ધુમથી માતાજીના પ્રાગટ્ય દિવસ ઉજવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના  પાલોદ ગામે ચોસઠ જોગણી માતાજીના મેળાના બીજા દિવસે શુક્રવારે માતાજીની સગડીઓ પરથી સામાજિક અને રાજકીય ક્ષેત્રનો આગામી વર્ષનો વરતારો જોવાયો હતો. જે મુજબ સામાજિક જીવન સારું રહેવાની સાથે રાજકારણના ઉપરના સ્તરમાં ફેરફાર થઇ શકે છે. તેમજ બજારમાં આર્થિક તેજી રહેશે.

પાલોદરમાં ચોસઠ જોગણી માતાજીના લોકમેળામાં બીજા દિવસે દર વર્ષની જેમ પરંપરાગત મહાકાળી માતાજીની સગડીઓ નીકળી હતી. ગામના પ્રજાપતિ વાસમાંથી માતાજીના સ્વરૂપ ધારણ કરી નાયકે બંને હાથમાં સળગતી સગડીઓ ઉપાડી હતી. સગડીઓ સુરધીભાની ખાંભી આગળ થઈ માતાજીના મંદિરે આવી હતી. તે પછી મલાઈ માતાજીના મંદિરે થઈ મહાકાળી મંદિરે પહોંચી હતી.

સગડીઓ પરથી જોવાયેલા વરતારા મુજબ, સગડીઓ નીકળી તે સમયે વાતાવરણ અને જ્વાળાઓની સ્થિતિ જોતાં આગામી વર્ષમાં જાહેર જીવનમાં શાંતિ ટકી રહેશે. તેમજ વાતાવરણ ઠંડક પૂર્ણ હોવાથી મધ્યમ વર્ગ માટે આગામી વર્ષ સારું રહેશે. બીજી બાજુ, સગડીઓની સળગતી જ્વાળાઓ મુજબ રાજકારણ ક્ષેત્ર ઉપરના સ્તરમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહે છે, છતાં નીચેના સ્તરે શાંતિ ટકી રહેશે. તેમજ માતાજીના પરત ફરતી વખતે ભક્તજનોએ ખૂબ શેર હાથમાં આપતાં બજારમાં આર્થિક તેજી રહેશે.