ઘટના@વડોદરા: વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર વીજળીથી મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. વડોદરા શહેરમાં આજે મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે કડાકા ભડાકા સાથે વીજળી થઈ હતી. આ સમયે વડોદરાના અકોટા ગામ પાસે વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે.
વડોદરાના અકોટા ગામમાં રહેતા શંકરભાઈ મારવાડી આજે સાંજે તેમના ઘરની પાછળ આવેલી વાડીમાં ગયા હતા. આ સમયે ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો અને કડાકા ભડાકા સાથે વીજળી પણ થવા લાગી હતી. આ સમયે અચાનક જ વીજળી પડી હતી અને આ વીજડી શંકરભાઈ પર પડતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જેથી તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના પરિવારજનોએ આક્રંદ કર્યું હતું.
સ્થાનિક જયેશભાઈએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના ફોટા વિસ્તારમાં આવેલા મેદાનમાં બેસવા ગયા હતા. આ સમયે ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો અને વીજળી પડી હતી, જેમાં શંકરભાઈ સોમાભાઈ મારવાડીનું મોત થયું હતું. જેથી તુરંત જ તેમને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર છે.