બનાવ@કડી: કડીની સબ જેલમાં એક કેદીનું અગમ્ય કારણોસર મોત, જાણો વિગતે

જેલના મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો 
 
બનાવ@કડી: કડીની સબ જેલમાં એક કેદીનું  અગમ્ય  કારણોસર મોત, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કડી શહેરમાં આવેલી જૂની મામલતદારની બાજુમાં આવેલી સબ જેલમાં એક કેદીનું અગમ્ય કારણોસર મોત નીપજતા ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાને લઇ સબ જેલના મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

બનાવ@કડી: કડીની સબ જેલમાં એક કેદીનું  અગમ્ય  કારણોસર મોત, જાણો વિગતે 

કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા છીપવાળમાં 7/11/23ના દિવસે કડી પોલીસ દ્વ્રારા  રેડ કરવામાં આવી  હતી. જ્યાં પોલીસને બાતમી મળી હતી કે, ઇમરાનશા ફકીર ગેરકાયદેસર એમડી ડ્રગ્સનો વેપલો કરી રહ્યો છે. પોલીસે રેડ કરીને ઇમરાન  હાશાની ધરપકડ કરી હતી. તેમજ  સાત લાખથી વધુનો મુદ્દા માલમાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જે  બાદ મહેસાણા પોલીસ દ્વારા એલસીબીની તપાસ સોપાતા આરોપીનો કબજો મેળવીને કડી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતા. 

એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા ઇમરાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ તેના રિમાન્ડ પુરા થતા કોર્ટ કડી સબ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો.  જૂની મામલતદાર  કચેરીની બાજુંમાં આવેલી સબ જેલમાં ગત મોડી  રાત્રે  અચાનક જ  ફકીર ઈમરાનશા  અનવરશાની  તબિયત લથડતા સબજેલના પોલીસ કર્મીઓ  દ્વારા  108ને  જાણ કરવામાં આવી હતી.  

108 ઘટના સ્થળે  આવી  પહોચી હતી અને  ઇમરાનને  કડી કુંડાળ સિવિલ હોસ્પિટલ  ખાતે  ખસેડવામાં આવ્યો  હતો. જે બાદ સ્ટાફ  દ્વારા જેલર  તેબજ  મામલતદાર, પોલીસ  સહિતના અધિકારીઓને  જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી  આગળની  કાર્યવાહી  કરી હતી. જબ જેલમાં  NDPDના ગુનામાં ઝડપાયેલા આરોપીનું  કરુણ મોત થતા ચકચાર બની જવા પામ્યો હતો. જે બાદ તેના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ કુંડાળ સિવિલ  હોસ્પિટલે પહોચ્યા હતા. પરિવારમાં  શોક  પસરી ગયો હતો. 

કૃણાલ સિવિલ હોસ્પીટલના મેડીકલ  ઓફિસસર પરાગ ગજ્જર સાથે વાતચીત કરતા તેમને  જણાવ્યું હતું કે, આશરે ત્રણેક વાગ્યે હું ફરજ ઉપર હાજર હતો. ત્યારે  108  એમ્બુલન્સમાં કડી સબ જેલમાંથી એક દર્દીને સારવારમાં આવ્યો હતો. તેમની  પ્રાથમિક  તપાસ  તેમજ ઇસીજી જોઈ ચેક કરતા તેઓ મૃત હાલતમાં હતા. 

પરંતુ  કઈ  શંકાસ્પદ  લાગતું  ન હતું.  તપાસ્યા  બાદ કડી પોલીસને જાણ કરવામાં  આવી હતી. અત્યારે  હાલ  વિડીયોગ્રાફી સાથે પેનલ  પોસ્ટમોર્ટમ કરવા માટે અને  કસ્ટડી  ડેથ  હોવાથી અમદાવાદ  બી.જે  મેડીકલ  કોલેજમાં લઇ  જવા  માટે વાત  કરવામાં આવી છે.