વિરોધ@મહેસાણા: ભાજપના કોઈપણ કાર્યકર્તા કે આગેવાનો એ કટોસણ ગામમાં પ્રવેશ કરવો નહીં" તેવા બોર્ડ લગાવ્યા

ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં જરાય નથી
 
વિરોધ@મહેસાણા: ભાજપના કોઈપણ કાર્યકર્તા કે આગેવાનો એ કટોસણ ગામમાં પ્રવેશ કરવો નહીં" તેવા બોર્ડ લગાવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીના થોડા દિવસો બાકી રહ્યા છે. હાલ રાજ્યભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે.  કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો.ત્યારે પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી હોવા છતાં ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂડમાં જરાય નથી.

ગત 24 માર્ચથી શરૂ થયેલી આ વિરોધની આગને હવે 11 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે. પરંતુ ક્ષત્રિયો ટસનામસ થતા નથી. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે.જોકે રૂપાલાના વિવાદિત નિવેદન ના પડઘા હવે મહેસાણામાં પડ્યા છે.ત્યારે કટોસણ માં વસવાટ કરતા રાજપૂત સમાજ ના લોકોએ પણ રૂપાલા વિરોધમાં ગામોમાં બોર્ડ લગાવી વિરોધ નોંધાવ્યો છે.

મહેસાણા જિલ્લામાં આવેલા કટોસણ ગામે પણ આજે પરસોત્તમ રૂપાલા ના નિવેદન ના પડઘા પડ્યા છે.ત્યારે ગામના લોકોએ પણ વિરોધ નોંધાવ્યો છે.અને "ભાજપના કોઈપણ કાર્યકર્તા કે આગેવાનો એ કટોસણ ગામમાં પ્રવેશ કરવો નહીં" તેવા બોર્ડ લગાવ્યા છે.તેમજ જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા ની ટીકીટ રદ ના થાય ત્યાં સુધી ગામમાં ભાજપ માટે પ્રવેશ બંધી કરી દેવામાં આવી છે.

આ વિવાદ ને કારણે અગાઉ પણ મહેસાણા,બેચરાજી,વિસનગર,ઊંઝા,કડી ખાતે પરસોત્તમ રૂપાલા ના વિવાદિત નિવેદન પગલે સ્થાનિક રાજપૂત સંગઠનોએ વિરોધ નોંધાવી ટીકીટ રદ કરવાની માંગ દર્શાવી છે ત્યારે પરસોત્તમ રૂપાલા ના નિવેદનના પડઘા હવે ધીમે ધીમે મહેસાણા સહિત ઉત્તર ગુજરાત માં પડવા લાગ્યા છે.