ઘટના@સુરત: 20 ફૂટ ઊંડી ડ્રેનેજની કુંડીમાં ઉતરેલા 4 શ્રમિકોમાં 2 વ્યક્તિની હાલ ગંભીર અને એકનું મોત

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં
 
ઘટના@સુરત: 20 ફૂટ ઊંડી ડ્રેનેજની કુંડીમાં ઉતરેલા 4 શ્રમિકોમાં 2 વ્યક્તિની હાલ ગંભીર અને એકનું મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં ગટર ઉતર્યા બાદ શ્વાસ રૂંધાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ખેતરમાં મોટર દ્વારા પાણી ખેંચવા મહિલા સહિત ચાર લોકો એકબાદ એક ગટરની કુંડી ઉતર્યા હતાં. એક પછી એક ચાર વ્યક્તિ ઉતર્યા હતાં. તમામ બેભાન થઈ ગયા બાદ સ્થાનિકો અને ફાયરબ્રિગેડની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.જેમાં 2 વ્યક્તિની હાલ ગંભીર અને એકનું મોત નીપજ્યું હતું.

ખેતરમાં મોટર દ્વારા પાણી ખેંચવા મહિલા સહિત ચાર લોકો એકબાદ એક ઉતરતા થયા બેભાન હતાં. એક વ્યક્તિના ચપ્પલ બહાર હોવાનું સામે આવતાં એક બાદ એક ઉતર્યા હતાં. 20 ફૂટથી વધુ ઊંડી ડ્રેનેજની કુંડીમાં ઉતરેલા શ્રમિકોને એકાએક શ્વાસ ગૂંગળાતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. બનાવની જાણ થતાં ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી રસ્ક્યુ કર્યું હતું.

સ્થાનિક લોકો અને ફાયર વિભાગના જવાનો દ્વારા ચાર લોકોને રેસ્ક્યુ કરાયા હતાં. તમામને લોકોને બેભાન અવસ્થામાં બહાર કઢાયા હતાં. ચાર લોકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું. તમામને નવી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. આ દુર્ઘટનામાં એક યુવકના મોતના અહેવાલ સામે આવી રહ્યાં છે.