વરસાદ@અમરેલી: પાણીના ભારેખમ પ્રવાહથી લોકો ચોંક્યા, જ્યારે વાહનોની હાલત રમકડાં જેવી બની

અમરેલીમાં એક યુવક બાહુબલી બનવા ગયો પણ આ જોખમ એને ભારે પડી ગયું છે. 
 
વરસાદ@અમરેલી: પાણીના ભારેખમ પ્રવાહથી લોકો ચોંક્યા, જ્યારે વાહનોની હાલત રમકડાં જેવી બની

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચોમાસાની સરુવાતામાં ગણી જગાહેએ ભારે વરસાદ થયો  છે.લોકોના ઘરોમાં પાણી પેસી ગયું છે.જેના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.ભારે વારસાદના કારણે અમરેલીમાં પાણી-પાણી થઇ ગયું છે.પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક યુવકે માથે ગેસનો બાટલો લઈ સામેની બાજુ જવાનો પ્રયત્ન કર્યો હતો. એક યુવકે તેને રોક્યો પરંતુ જાણે તેના બાળકો ભૂખ્યા હોય તે વિચારે તેણે પાણીમાંથી પસાર થવાનો નિર્ણય કર્યો. 10 સેકેન્ડની વાતચીત બાદ જુઓ આ યુવક ધસમસતા પાણીમાં ઉતર્યો અને હજુ તો માંડ આ યુવકે બે ડગલા ભર્યા ત્યાં તે ડગમગવા લાગ્યો હતો.ફરી હિંમત સાથે આગળ વધ્યો પરંતુ તે પાણીના પ્રવાહ સામે ટકી ન શક્યો.પાણીનો ભયાનક પ્રવાહ તેને તાણીને લઈ ગયો હતો. ગેસના બાટલા સહિત તે આ યુવક ધસમસતા પાણીમાં તણાઈ ગયો હતો. દૂર સુધી તેણે બચવાના અનેક પ્રયત્નો કર્યા પરંતુ થોડે દૂર જઈ તેને એક સહારો મળ્યો અને તે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો. અમરેલીની બજારના રસ્તા પર જાણે દરિયો પ્રચંડ પ્રવાહ સાથે ગાંડોતૂર થયો હોય તે રીતે પાણીનો ભયાનક પ્રવાહ વહી રહ્યો છે. જાણે આ પાણી બધું જ તાણી જવા આતૂર હોય તેમ આ શેરીમાં પાણી પ્રચંડ પ્રવાહ સાથે વહેતું થયુ છે.તેવામાં હચમચાવી નાખે તેવો વધુ એક ભયાનક વીડિયો ભાવનગરથી સામે આવ્યો હતો. તેમાં જોઈ શકાય છે કે, જળ સામે બે જિંદગી ઝઝૂમીઓ રહી છે. એક તરફ કેવો ભયંકર પાણીનો પ્રવાહ છે બીજી તરફ બે બાઈક ચાલક પાણીના આ ધસમસતા પ્રવાહની ઝપેટમાં આવી જાય છે. અચાનક આવેલા પાણીના પ્રવાહમાં બે બાઈકસવાર તેમાં ફસાઈ જાય છે. પાણીનો પ્રવાહ એટલો ભયાનક છે કે, ગમે તેટલા ઉભા રહેવાના પ્રયત્નો આ બાઈક સવાર કરી રહ્યા છે. પરતું જાણે પાણીનો પ્રવાહ ભરખવા જ આવ્યો હોય તે રીતે તેઓ ઉભા જ નથી રહી શકતા. આ વીડિયો ભાવનગર શહેરની સોસાયટીનો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે કે, બાઈકને બચાવાના તમામ પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. તેવામાં આ આફત વચ્ચે અન્ય યુવક દોડતે આવે છે અને બાઈકને પકડી લે છે. પાણીના આ પ્રવાહ એટલો ભયંકર છે કે એક વ્યક્તિ માંડ માંડ તણાતા બચ્યો.ભરુચના જંબુસર પાસે વરસાદી પાણીમાં બસ ફસાઈ ગઈ હતી. વેડચ ઉબેર માર્ગ પર એસ.ટી બસ ફસાઈ જતાં બસમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. કંબોઈથી બદલપુર જતી બસ ફસાતા એક તરફ નમી પડી હતી. બસ પાણીમાં ગરકાવ થતા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જો કે, રોડ ઉપર પાણીમાં ફસાયેલી બસને ટ્રેક્ટર દ્વારા કાઢવાના પ્રયાસ હાથ ધરાયા હતા.જૂનાગઢના માંગરોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. માગરોળમાં શીલ અને શેરિયાઝ ગામના વાડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઠેર ઠેર પાણી ભરાતા માંગરોળના ગ્રામ્ય વિસ્તારમાંથી 36 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તેમાં શીલ ગામના 16 લોકોને SDRFની ટીમે અને શેરીયાઝના વાડી વિસ્તારમાંથી 20 લોકોનું સ્થાનિક તંત્રએ રેસ્ક્યૂ કર્યું હતું. મેઘરાજાની રૌદ્ર સવારી વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અનરાધાર વરસાદ વચ્ચે SDRF અને NDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.