બનાવ@અમદાવાદ: નાની બાબતે યુવકે તેના મિત્ર સાથે કઈક એવું કર્યું,જાણીને લોકોના હોશ ઉડ્યા

સેકન્ડનો પણ વિચાર કર્યા વગર મિત્રની જ હત્યા કરી
 
ક્રાઈમ@ગોંડલ: પત્નીને દિયર સાથે જોઈ પતિનો પિત્તો ગયો, ગુપ્તાંગમાં આડેધડ ઘા ઝીંકી હત્યા કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે છે. જેમાં એક મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી. મૃતકે આરોપીના પિતાને થપ્પડ મારતા તેણે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર મિત્રની જ હત્યા કરી નાખી હતી. માથાના ભાગે જીવલેણ હુમલો કરીને હત્યા કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.માધુપુરામાં રહેતા નુરમહંમદ ઉર્ફે નુરૂ ભટ્ટી રિક્ષા ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગત 29મી ઓગસ્ટે તેમના મોટા ભાઇ અબ્દુલ ઉર્ફે બુધિયાને તેમના મિત્રના પિતા ચાંદભાઇ સાથે મસ્તી-મજાકમાં ઝઘડો થયો હતો. ત્યારે અબ્દુલે ચાંદને લાફા માર્યા હતા. જે બાદ ચાંદભાઇએ પોતાના પુત્ર મોહમ્મદ હનીફ ઉર્ફે કાળિયાને ઘરે જઇને વાત કરી હતી. જે બાદ બીજા દિવસે અબ્દુલ મિલ કમ્પાઉન્ડ પાસે ઊભો હતો ત્યારે ચાંદભાઇનો પુત્ર મોહમ્મદ હનીફ ઉર્ફે કાળીયો ત્યાં પહોંચ્યો હતો અને મારા પિતાને કેમ લાફા માર્યા કહીને અબ્દુલને ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. જે બાદ ઉશ્કેરાઇને આરોપી મોહમ્મદ હનીફે બોથડ પદાર્થના ફટકા મારીને અબ્દુલ ઉર્ફે બુધિયાને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાને પગલે માધવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મોહમ્મદ હનીફની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક અબ્દુલ અને આરોપી હનીફ ગુનાઈત ઇતિહાસ ધરાવે છે. અબ્દુલ વિરુદ્ધ મારામારી અને પ્રોહિબિશનના 20થી વધુ ગુના નોંધાયા હતા. જ્યારે આરોપી હનીફ વિરુદ્ધ પણ 6 જેટલા અલગ અલગ ગુના નોંધાયા હતા. પોલીસના કહેવા મુજબ, બંને માધવપુરાના રહેવાસી છે અને હિસ્ટ્રીશીટર છે.