ગુનો@વડોદરા: બેંક છેતરપિંડીના કેસમાં પૂર્વ જનરલ મેનેજર અને આસિસ્ટન્ટની પોલીસે ધરપકડ કરી

 રૂપિયા 3.15 કરોડ પચાવી પાડ્યા હતા.
 
ગુનો@વડોદરા: બેંક છેતરપિંડીના કેસમાં પૂર્વ જનરલ મેનેજર અને આસિસ્ટન્ટની પોલીસે ધરપકડ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં  છેતરપિંડીના બનાવો  ખુબજ બની ગયા છે.રોજ કોઈ ને કોઈ  જગ્યાએથી  છેતરપિંડીના  કિસ્સા સામે આવતા જ હોય છે.  ડભોઇમાં  આવેલી મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંકમાં છેતરપિંડીના કેસમાં આરોપી ઉમેશ કંસારાની ધરપકડ કરાઇ છે. આરોપી કેનેડાથી પરત ફરતા દિલ્લી એરપોર્ટ પરથી ઝડપાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંકના 2 ખાતેદારો સાથે છેતરપિંડી થઇ હતી. 2 ખાતેદારોના ખોટા ચેક રજૂ કરીને ખોટી સહીથી રૂપિયા 3.15 કરોડ પચાવી પાડ્યા હતા.

આ કાંડમાં બેંકના પૂર્વ જનરલ મેનેજર સુરેશ પટેલ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર યતીન જોશી સામે પણ ફરિયાદ નોંધાઇ છે. ત્રણેય શખ્સોએ મળીને છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. જે બાદ નવા ચેરમેનના ધ્યાને આવતા 30 જૂને ત્રણેયને કામ પરથી છૂટા કરી દીધા હતા. બેંકના મેનેજર ગૌરાંગ પંચોલીએ આ સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ કરી છે. ઉમેશ કંસારા તો ઝડપાઇ ગયો છે. ત્યારે યતીન જોશી આગોતરા જામીન પર હાજર થયો હતો. અન્ય એક પૂર્વ મેનેજર સુરેશ પટેલ વિદેશ હોવાથી તેને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.