ગુનો@વાંકાનેર: જાહેરમાં જુગાર રમતા 7 જુગારીઓ મુદામાલ સહિત પોલીસે ઝડપ્યાં

જુગાર રમતા સાત જુગારીને ઝડપી લીધા હતા 
 
ગુનો@વાંકાનેર: પેડક સોસાયટીમાં જુગાર રમતા ૮ જુગારીઓને પોલીસે દબોચ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામમાં જાહેરમાં જુગાર રમતા સાત જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છેવાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે કોઠારિયા ગામે જયદેવ ચોકમાં રેડ કરી હતી .

જેમાં જુગાર રમતા મુકેશ રઘાભાઈ કોબીયા, મુકેશ બચુભાઈ જોગરાજિયા, વિજય રાજુભાઈ કોબીયા, શૈલેષ ધીરૂભાઈ કોબીયા, સાગર શામજી મકવાણા, આંબા ઉર્ફે હકા કાકા મેહુલ કોબીયા અને સંજય કરશન જોગરાજિયા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૨૩૦ જપ્ત કરી છે જે કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ બી પી સોનારા, મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, હરિચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવિભાઈ કલોત્રા, વિજયભાઈ ડાંગર અને અજયસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી