ક્રાઈમ@ધોરાજી: 13 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપી,રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી

બાળા જે રિક્ષામાં સ્કૂલે જતી તેના ચાલકે જ બાળાને ભોળવી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હતું.
 
ક્રાઈમ@ધોરાજી: 13 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરી દુષ્કર્મ  આચરનાર આરોપી,રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોશોરી હોય ,કે નાની બાળા  હોય હાલના જામનમાં બિલકુલ સુરક્ષિત્ નથી.અત્યારના જમાનામાં બળત્કારનિ ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.છોકરીઓ બહારતો ઠીક,પણ ઘરમાં પણ સુરક્ષિત નથી.હાલમાંજ રાજકોટના ધોરાજીમાંથી બળત્કારનિ ઘટના સામે આવી છે.જ્યાં 13 વર્ષની  બાળ પર અપહરણ કરી,બળાત્કાર કરવામાં આવ્યો એવું સામે આવ્યું છે.ધોરાજીમાં 13 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરનાર સ્કૂલ રીક્ષા ચાલકે બાળા ઉપર દુષ્કર્મ પણ આચર્યું હોવાનું ખુલ્યું છે. બાળા જે રિક્ષામાં સ્કૂલે જતી તેના ચાલકે જ બાળાને ભોળવી પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું હતું. જે બાદ તે જામનગરથી ઝડપાયો હતો. જેમાં બાળા સાથે આરોપીએ શરીર સંબંધ બાંધ્યો હોવાનું સામે આવતા દુષ્કર્મ સહિતની કલમો ઉમેરવા કોર્ટ સમક્ષ ધોરાજી પોલીસના પીઆઈ એ.બી.ગોહિલે તજવીજ કરી છે.

13 વર્ષની મુસ્લિમ વિદ્યાર્થિનીને સ્કૂલ રિક્ષાનો ચાલક પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ગયાનું પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. 'પપ્પા ભાગ લેતી આવું' તેમ કહીં બાળા ઘર બહાર ગઈ પછી પરત જ ન આવતા તપાસ કરતા બહારપુરાની માલા કોલોનીમાં રહેતો ઇમરાન સિદ્દીક સુમરા પણ મળતો ન હોય તેની સામે ગુનો દાખલ થયો હતો. 23/7/2023ના રોજ બાળાનું અપહરણ થયું હતું. બાળકી ધો.8માં અભ્યાસ કરતી ત્યારે ઇમરાનની સ્કૂલ રીક્ષામાં રોજ શાળાએ જતી. ઇમરાને વિદ્યાર્થિની પર નજર બગાડી હતી. તેને પ્રેમજાળમાં ફસાવી હતી.
મોબાઈલમાં વાતો કરતી બાળાને તેના પિતા એક વખત જોઈ જતા ઇમરાન સાથે વાતો કરતી હોવાનું ખુલ્યું હતું. ત્યારે પિતાએ તેની સગીર પુત્રી પાસેથી ફોન લઈ લીધો હતો. પણ ઇમરાન સુધાર્યો નહોતો. તે બાળાનું અપહરણ કરી જામનગર ભાગી છૂટ્યો હતો. પોલીસ તેને ત્યાંથી પકડી લાવી હતી અને બાળાને માતા પિતાને સોંપી હતી. ઇમરાને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાની વાત બાળાએ તેની માતાને કરતા પોલીસે મેડિકલ ચેકઅપ સહિતનો કાર્યવાહી કરી આરોપી સામેના અપહરણના ગુનામાં પોકસો અને દુષ્કર્મની કલમો ઉમેરવા કોર્ટ સમક્ષ તજવીજ કરી છે.