રિપોર્ટ@કલોલ: સગીરાનું અપહરણ અને હત્યાના બનાવામાં 3 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપ્યો

પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અપહરણ, બળત્કાર અને મર્ડરની ઘટનાઓ ખુબજ વધી ગયા છે.  કલોલ તાલુકાના છત્રાલ બ્રિજની નીચેથી અપહરણ કરી બલાસર ગામ નજીક નર્મદા કેનાલમાં સગીરાને નાખી મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર થઇ ગયો હતો. ત્રણ વર્ષ અગાઉ બનેલા આ બનાવમાં ફરાર આરોપીને કલોલ તાલુકા પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો હતો.

કલોલ તાલુકા પીઆઈ યુ એસ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્રણ વર્ષ અગાઉ સગીરાની હત્યાના ગુનામાં સેડોવાયેલા આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેના પગલે કલોલ તાલુકા પોલીસે નાસતા ફરતા આરોપી મનોજ રામનારાયણ જયસ્વાલ (ગૌતમ)ને ઝડપી લેવા માટે કોર્ટમાંથી વોરંટ મેળવ્યુ હતું. ત્યાર બાદ પીએસઆઇ એસ.વી મુંધવા, પોલીસ કોન્સ્ટેબલ નિકુંજકુમાર, ચેહરભાઇ અને વિજયસિંહ આરોપીને પકડવા માટે એક ટીમ બનાવી ઉત્તર પ્રદેશ રવાના થયા હતાં.

જ્યાં પોલીસે આરોપી મનોજનું લોકેશન મેળવ્યુ હતું અને હત્યાના આરોપી તેના ઘરે હાજર હોવાની ખાતરી કરી પોલીસે તેને ઘરમાંથી દબોચી લીધો હતો. મનોજની પૂછપરછ કરતાં એવી હકીકત મળી હતી કે સગીર યુવતીને જય ઉર્ફે જેકી મનોજભા ચૌહાણ અને મનોજ જયસ્વાલે ગઇ તા.21 એપ્રેલ 2021ના રોજ છત્રાલ બ્રિજ નીચેથી કારમાં અપહરણ કરી ગયા હતાં.