ગુનો@વાંકાનેર: સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીની પોલીસે ધરપકડ
આનંદપુર રોડ ચોટીલા ખાતેથી આરોપીને ઝડપી
Sep 10, 2023, 16:25 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અપહરણના ગુનામાં પાંચેક માસથી નાસતા ફરતા ઈસમને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે ચોટીલા આનંદપુર રોડ પર આવેલ શિવધારા સોસાયટીમાંથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લામાં અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપી સરદાર ગુલો ભૂરીયા રહે હાલ ચોટીલા આનંદપુર રોડ શિવધારા સોસાયટીમાં હોવાની બાતમી મળતા ટીમે શિવધારા સોસાયટી આનંદપુર રોડ ચોટીલા ખાતેથી આરોપીને ઝડપી લઈને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ને સોપવામાં આવ્યો છે.જે કામગીરીમાં AHTU મોરબીના ઇન્ચાર્જ પીઆઈ એન એ વસાવા, નંદલાલભાઈ વરમોરા, ફૂલીબેન તરાર, ભરતસિંહ ડાભી, બકુલભાઈ કાસુન્દ્રા સહિતની ટીમ જોડાયેલ હતી

