રિપોર્ટ@બોટાદ: 10 દિવસ પહેલા ચોરી થયેલ ટ્રકનો ભેદ ઉકેલ્યો,પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોટાદ શહેરના સાળંગપુર રોડ પર રહેતા શાહરૂખભાઈનો ટ્રક 10 દિવસ પહેલા ચોરી થયાની ફરિયાદ નોંધાવેલી હતી. જે બાબતે બોટાદ એલસીબી પીઆઈ ટીએસ રીઝવી અને એલસીબી પીએસઆઈએસ બી સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા તાત્કાલીક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ટ્રક ચોરીનો ભેદ ઉકેલી ટ્રક ચોરી કરનારા ત્રણેય શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બોટાદ શહેરમાં ગત તારીખ 22-10-23થી 23-10-23ના કોઈઅજાણ્યા શખ્સો દ્વારા ટ્રક નંબર GJ 03 W 8284 જેની કિમત રૂપિયા 4.20 લાખના ટ્રકની ચોરી કર્યાની પોલીસ ફરીયાદ દાખલ થયેલ હતી. આ બાબતે એલસીબી પીઆઈ ટીએસ રીઝવી અને એલસીબી પીએસઆઈ એસ બી સોલંકી અને તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ત્રણ લોકોની અટકાયત
એલસીબી સ્ટાફ બોટાદ શહેરનાં ગઢડા રોડપર હરિદર્શન પાસે પેટ્રોલિંગમા હતા, તે દરમ્યાન ચોરાયેલ ટ્રક જોવા મળતા એલસીબી સ્ટાફે તપાસ કરતા ચોરી થયેલ ટ્રક સાથે અકીલભાઇ ઉર્ફે ભોલુ યુનુસભાઇ શેખને પકડી પુછપરછ દરમ્યાન આ ટ્રક પોતે તથા તાલબભાઇ ઉર્ફે દાદુ અયુબભાઇ કુરેશી તથા ઇલીયાસભાઇ ઉર્ફે ઇલુ રજાકભાઇ કુરેશીએ અમે સાથે મળીને ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
એલસીબી પોલીસે ત્રણેય શખ્સોને પકડી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ ટ્રક કિંમત રૂપિયા 4.20 લાખની રીકવર કરેલી હતી અને 10 દિવસ પહેલા થયેલ ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી વધુ તપાસ એલસીબી પોલીસે હાથ હાથ ધરેલી છે.