ક્રાઈમ@વડોદરા: ફિઝિયોથેરાપીસ્ટ સામે પરણિતાએ દુષ્કર્મની ફરિયાદ નોધાવતાં પોલીસે ધરપકડ કરી

પીડિતાના પતિને લકવા બાદ ફિઝિયોથેરાપી સારવારની જરૂર હતી. 
 
ક્રાઈમ@વડોદરા: ફિઝિયોથેરાપીસ્ટ સામે પરણિતાએ દુષ્કર્મની ફરિયાદ નોધાવતાં પોલીસે ધરપકડ કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં બળત્કારના બનાવો ખુબજ બની રહ્યા છે.રોજ કોઈને-કોઈ જગ્યાએથી બળત્કારની ઘટના સામે આવતી હોય છે.કિશોરીયો તો ઠીક હવે તો  નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી.ડભોઈ નજીકના એક ગામમાં રહેતી પરણિતાએ ફિઝિયોથેરાપીસ્ટ તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યુ છે. બે સંતાનોની માતાની ફરિયાદના આધારે પોલીસે તબીબ શિવાંગ મોદીની ધરપકડ કરી છે. પીડિતાના પતિને લકવા બાદ ફિઝિયોથેરાપી સારવારની જરૂર હતી.

જેથી તબીબ દોઢ વર્ષથી મહિલાના ઘરે જતો-આવતો હતો. તબીબે મહિલાને વિશ્વાસમાં લઈ લગ્ન અને સંતાનોની દેખરેખનું વચન આપ્યું હતુ.અને દોઢ વર્ષમાં વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. દુષ્કર્મના આરોપસર પોલીસે તબીબ શિવાંગ મોદીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.