ગુનો@મોરબી: ગામની સીમમાં આવેલ કારખાનામાં મજૂરોની ઓરડીમાંથી ગાંજા સાથે આરોપીને પોલીસે ઝડપ્યો

આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
 
ગુનો@મોરબી: ગામની સીમમાં આવેલ કારખાનામાં મજૂરોની ઓરડીમાંથી ગાંજા સાથે આરોપીને પોલીસે ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મોરબી તાલુકા પોલીસ ટીમને બાતમીને આધારે લાલપર ગામની સીમમાં આવેલ પ્રિયા ગોલ્ડ કારખાનાના મજૂરોની ઓરડીમાં દરોડો કર્યો હતો. જેમાં આરોપી કુલદીપ કેશરબક્ષ વર્મા  રહે છે.  હાલ લાલપર પ્રિયા ગોલ્ડ કારખાનાની ઓરડીમાં મૂળ રહે યુપી વાળાને ગાંજો વજન ૧૫૪ ગ્રામ કીમત રૂ ૧૫૪૦ ના મુદામાલ સાથે ઝડપી  લીધો. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ પીએસઆઈ બી એમ બગડા ચલાવી રહ્યા છે.

જે કામગીરીમાં તાલુકા પીઆઈ કે એ વાળા, પીએસઆઈ વી જી જેઠવા, જયદેવસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળિયા, અજીતસિંહ પરમાર, હરેશભાઈ આગલ, રમેશભાઈ મુંધવા, ભગીરથભાઈ લોખીલ, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા, દીપસિંહ ચૌહાણ અને હસમુખભાઈ વોરા સહિતની ટીમ જોડાયેલ હતી.  આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.