ક્રાઈમ@સૂરત: કામરેજ ટોલનાકા પાસેથી ડ્રગ્સ સાથે 3 આરોપીને પોલીસે પકડ્યા, જાણો વધુ વિગતે
એક હોટલમાંથી આ શખ્સોની ધરપકડ કરાઈ
Dec 22, 2023, 11:02 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કામરેજ ટોલનાકા પાસેથી ડ્રગ્સ સાથે ત્રણ શખ્સો પકડાયા છે. કામરેજ ટોલનાકા પાસેની એક હોટલમાંથી આ શખ્સોની ધરપકડ કરાઈ છે. સુરત એલસીબી અને એસઓજીની ટીમે આ કાર્યવાહી કરી છે.
રૂપિયા 9.57 લાખની કિંમતનું ડ્રગ્સ પણ પોલીસ દ્વારા જપ્ત કરાયું હતું. ડ્રગ્સ ઉપરાંત સ્થળ પરથી 57 મોબાઈલ અને એક લેપટોપ પણ મળી આવ્યું છે જે મોટા રેકેટ તરફ ઈશારો કરી રહ્યું છે. આરોપીઓ ડ્રગ્સનો જથ્થો લાવીને નાની પડીકીમાં પેક કર્યા બાદ વેચાણ કરતા હોવાની પોલીસ પાસે માહિતી છે.
MD એટલેકે Methylenedioxy Methamphetamine ડ્રગ્સનો નશો તીવ્ર હોય છે. તેનું સતત સેવન કરવાથી તણાવ રહે છે. આ ડ્રગ એડિક્ટ ધીમે ધીમે ડિપ્રેશનમાં જાય છે અને બાદમાં આત્મહત્યા કરવાનું વિચારવા લાગે છે. જીવનમાં નકારાત્મકતા આવવા લાગે છે.