રિપોર્ટ@મહેસાણા: કતલખાને લઈ જવાતી 3 ભેંસો સાથે 2 આરોપીઓને પોલીસે ઝડપ્યા
ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Apr 6, 2024, 11:12 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર ઘટનાઓ સામે આવતી હોય છે. કહીપુર ત્રણ રસ્તા પાસેથી કતલખાને લઈ જવાથી 3 ભેંસો સાથે 2 આરોપીઓને પોલીસે ઝડપી લઇ પીકઅપ ડાલા સાહિત રૂ. 4.27 લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડનગર પોલીસ સ્ટાફ વાહન ચેકિગ કરી રહ્યો હતો.ત્યારે કહીપુર ત્રણ રસ્તા ખાતે પસાર થતી પીક-અપ ડાલુ ને રોકી. પુછપરછ કરતાં ચાલક ખરોડ ગામથી નાની મોટી ૩ ભેંસો ભરી કતલખાને લઇ જતો હતો. જાણવા મળતાં પોલીસે પશુ બચાવી બલોચ હૈદરખાન સવૈયખાન( રહે મહેકુબપુરા તાલુકો ખેરાલુ), સલાટ લાંભુ બાબુભાઈ (રહે.શેખપુર, તા.વડનગર) ને પકડી 1મોબાઈલ રૂ.2000,પીકઅપ ગાડી રૂ.4 લાખ,200 રોકડ મળી કુલ રૂ.4,27.200 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો છે.