ગુનો@દાહોદ: કારની ચોરી કરનાર 2 યુવકોને પોલીસે દબોચ્યા, સમગ્ર બનાવ જાણો

ચોરી કરનાર 2 યુવકોને પોલીસે દબોચ્યા,
 
ગુનો@દાહોદ: કારની ચોરી કરનાર 2 યુવકોને પોલીસે દબોચ્યા, સમગ્ર બનાવ જાણો  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના ગુનાઓ ખુબજ વધી ગયા છે. દાહોદના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલી શ્રીનગર સોસાયટી માંથી થોડા દિવસ અગાઉ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે બાદ દાહોદ એ ડિવિઝન પોલીસે નેત્રમ કેમેરાના મદદથી કારની ચોરીને અંજામ આપનાર દાહોદના બે યુવકોને ચોરાયેલી કાર સાથે ઝડપી જેલભેગા કર્યા છે. જ્યારે ફોરવીલર ગાડીની ચોરીના પ્રકરણમાં અન્ય એક દાહોદનો યુવક વોન્ટેડ હોવાનું પોલીસના આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે.

દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલી શ્રીનગર સોસાયટીમાં એક ગાડી કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા, આ મામલે દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જો કે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. ઉપરોક્ત બનાવમાં દાહોદ એ ડિવિઝન પોલીસે શહેરમાં લાગેલા નેત્રમ કેમેરાની મદદથી તપાસ હાથ ધરતા બે યુવકો ગાડીને અંજામ આપી લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે આ મામલે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી બાતમી ના આધારે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે કાળીતળાઈ ખાતે વોચ ગોઠવી વગર નંબરની ક્રેટા ગાડીને ઝડપી ગાડીમાં સવાર દેવા અલકેશ શર્મા રહેવાસી અંબિકાનગર મૂળ રહેવાસી સિધેશ્વરી સોસાયટી ,ગોધરા રોડ તેમજ સ્વયં વિપુલ પટેલ રહેવાસી શીતલ સોસાયટી ગોવિંદ નગરનાઓને ઝડપી ગાડીની તલાસી લેતા નંબર પ્લેટ મળી આવી હતી. ત્યારબાદ ઉપરોક્ત બંને પકડાયેલા ઈસમોને ઝડપી તલસ્પર્શી તપાસ હાથ ધરતા ઉપરોક્ત બંને યુવકોએ તેના અન્ય એક સાગરિત વિશાલ રહેવાસી ગોધરા રોડ સાથે મળી શહેરના ગોવિંદ નગર વિસ્તારમાંથી કારની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. હાલ પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.