રિપોર્ટ@અમરેલી: નકલી ઘીની ફેકટરી ચલાવતા 4 શખ્સોને પોલીસે ઝડપ્યા

 ધોરણસર કાર્યવાહી હાથ ધરી 
 
રિપોર્ટ@અમરેલી: નકલી ઘીની ફેકટરી ચલાવતા 4 શખ્સોને પોલીસે ઝડપ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં રાજ્યમાં વસ્તુઓમાં ભેળ સેળના કેસના કેસ ખુબજ વધી ગયા છે.  નકલી વસ્તુંઓની ફેશન ચાલતી હોય તેમ નકલી અધિકારી, નકલી ઓફિસ, નકલી પી.એ., નકલી ટોલનાકુ, નકલી જીરું, ઝડપાયા બાદ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પીપળવા ગામેથી જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતી નકલી ( 'ડુપ્લીકેટ ઘી') ની ફેકટરી ઝડપાઇ હતી. જેમાં આશરે 22,81,360 મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ બનાવને લઈ અમરેલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આકાશભાઈ કનુભાઈ વિઝંવા, (રે.રાજુલા), ભરતભાઈ વાસુરભાઈ વિઝંવા (રે. પીપળવા તા.લીલીયા) સાહીલભાઈ ઈસ્માઈલભાઈ જાખરા (રે.રાજુલા), રામભાઈ મસરીભાઈ વિઝંવા (રે.જુનવદર,તા. ગઢડા), તથા નવસાદભાઈ શબ્બીરભાઈ ગાહા (રે.છાપરી. તા.સાવરકુંડલા) આરોપીઓએ અમુત મીનરલ વોટર નામના કારખાનામાં આર.ઓ. પ્લાન્ટની આડમાં અન અધિક્રુત રીતે વનસ્પતિ ઘી તથા તેલમાં અન્ય પદાર્થનુ મીશ્રણ કરી બનાવટી ભેળસેળ યુક્ત અખાધ્ય ઘી બનાવવાનુ કારખાનુ ચલાવી તેમાં ઘીના ઔષધી દેશી ગાય ઘી નામે પેકીંગો કરી આરોપીઓએ સાથે મળી ગેરકાયદેસર બનાવટી ઘીનુ મશીનરી દ્રારા ઉત્પાદન કરી માનવ જીંદગી જોખમાઈ તેવા અખાધ્ય પદાર્થની બનાવટ કરી આ કામના મજકરુ ઇસમ આકાશ કનુભાઇ વિઝંવાએ અલગ અલગ ગામો ખાતે

આ બનાવટી ઘી નુ વેચાણ કરી પોતાનો આર્થિક ફાયદો મેળવવાના ઈરાદે રાજુલા ખાતે ઉત્પાદન કરતા હોવાનુ ખોટુ નામ ધારણ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી બનાવ સ્થળની ઓળખ છુપાવી સરકાર તથા અન્ય જાહેર લોકો સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી માનવ જીંદગીના આરોગ્ય સાથે ચેડા કરી પોતાનો આર્થિક ફાયદો મેળવવા સારૂ અગાઉથી કાવતરૂ ઘડી તેની સાથેના અન્ય ઇસમોએ આ બનાવટી ઘી હોવાનુ જાણવા છતા પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે થઈ ગુન્હો કરી કુલ રૂપિયા 22,81,360 ના મુદામાલ સાથે 4 આરોપીને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.