રિપોર્ટ@ભાવનગર: કતલખાને લઈ જવાતાં 14 પશુઓ ભરેલી ટ્રક સાથે પોલીસે એક આરોપીને ઝડપ્યો

 ટ્રકની તલાશી હાથ ધરી હતી.
 
રિપોર્ટ@ભાવનગર: કતલખાને લઈ જવાતાં 14 પશુઓ ભરેલી ટ્રક સાથે પોલીસે એક આરોપીને ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી  હોય છે.  ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાંથી પોલીસે સાવરકુંડલાથી ભરૂચ કતલખાને લઈ જવાઈ રહેલા 14 પશુઓને ટ્રક ચાલક પાસેથી છોડાવી જીવોને પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા. તેમજ ટ્રક ચાલકને કેદખાને પૂરી ટ્રક સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ ગારીયાધાર પોલીસ સ્ટેશનના જવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગમા હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, નવાગામ તરફથી એક ટ્રકમાં ભેંસો -પાડા ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યાં છે જે હકીકત આધારે ટીમ વોચમા હોય એ દરમ્યાન બસ સ્ટેન્ડ પાસે બાતમી વાળો ટ્રક આવતા તેને અટકાવી ચાલકને અટકમાં લઈ નામ-સરનામું પુછવા સાથે ટ્રકની તલાશી હાથ ધરી હતી.

જેમાં ટ્રક ચાલકે પોતાનું નામ કસીર ફારૂક પઢીયાર ઉ.વ.27 રે.જળુનો ચોક સિહોર વાળો હોવાનું જણાવેલ તથા ટ્રકમાં ઘાસ-ચારો અને પાણી વિના ખીચોખીચ હાલતમાં ભેંસો તથા પાડા મળી કુલ 14 પશુઓ ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવતા આ પશુઓની હેરફેર કે તબીબી અભિપ્રાય માંગતા ટ્રક ચાલક કોઈ આધારભૂત દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. આ જીવ અંગે પુછતા તેણે જણાવ્યું હતું કે, સાવરકુંડલા થી આ પશુઓ ભરી ભરૂચમાં ઠાકોરના તબેલા તરીકે ઓળખાતા કતલખાને પશુઓને કાપવા લઈ જઈ રહ્યો હતો. પોલીસે ટ્રક-પશુ મળી કુલ રૂ.8,60,000 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલક વિરુદ્ધ પશુ અતિક્રમણ સહિતની કલમો હેઠળ ધડપકડ કરી ગુનો નોંધી પશુઓને પાંજરાપોળમાં મોકલી ડ્રાઈવરને જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.