રીપોર્ટ@મોરબી: સગીરાનું અપહરણ કરનાર ઈસમને પોલીસે ઝડપ્યો,જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે કવાયત હાથ ધરી હતી. જ્યાં અપહરણકર્તા અને સગીરાનું પગેરું મળી જતા પોલીસે ઘટના સ્થળેથી બંનેને ઝડપી પાડ્યા હતા. આ દરોડા દરમ્યાન એક મોટર સાયકલ મળી આવ્યું હતું. જેથી અપહરણકર્તાની આગવી ઢબે પૂછપરછ કરતા આ મોટરસાયકલ ચોરાઉ હોવાનું ખુલ્યું હતું.
મોરબીના રોહીદાસપરા મેઇન રોડ ચાર ગોડાઉન ખાતે રહેતા આરોપી સાહીલ ઇલીયાસભાઇ કટીયા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી હતી.જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપી સાહિલે બદકામ કરવાના ઇરાદે તેમની દીકરીનું અપહરણ કર્યું હતું. જેથી પોલીસે આ ફરિયાદના આધારે ઇ.પી.કો કલમ. ૩૬૩,૩૬૬,૩૭૬ તથા પોકસો એકટ હેઠળ ગુન્હો નોંધીને આરોપી સાહિલને ઝડપવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે તપાસ દરમિયાન આરોપી સાહિલ અને ભોગબનનારને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરમિયાન સાહિલને સાથે રાખી તપાસ કરતા બંને જે સ્થળેથી નાસેલા ત્યાં રૂ.૨૫૦૦૦ની કિંમતનું નંબર પ્લેટ વગરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ મળી આવ્યું હતું. જેને પોકેટકોપ દ્વારા સર્ચ કરતા સામે આવ્યું હતું મોટર સાઈકલ ત્રણેક મહિના પહેલા આયુષ હોસ્પિટલ ખાતેથી ચોરી કરી હોવાની સાહિલે કબુલાત આપી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પી એસ આઈ એચ.એ.જાડેજા, કિશોરભાઇ મકવાણા, જનકભાઇ મારવાણીયા અને રમેશભાઇ કાનગડ સહિતના પોલીસકર્મીઓ જોડાયેલા હતા.