ગુનો@ઘૂટું : જુગાર રમતા આઠ જુગારીઓને પોલીસે રોકડ સાથે ઝડપી લીધા

બે અલગ સ્થળેથી જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી લીધા.
 
 ગુનો@ઘૂટું : જુગાર રમતા આઠ જુગારીઓને પોલીસે  રોકડ સાથે ઝડપી લીધા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

હાલમાં જુગાર રમનારાના કેસ ખુબજ વધી ગયા છે.જુગારીઓ ખુલ્લે આમ જુગાર રમી રહ્યા છે.હાલમાંજ મોરમી તાલુકાના ઘુટું  ગામમાં જુગાર રમતા 8 આરોપીને પોલીસે જડપી લીધા હતા.મોરબી તાલુકાના ઘૂટું ગામમાં બે સ્થળે જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં બે અલગ સ્થળેથી જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છેમોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘૂટું ગામે પંચમુખી હનુમાન મંદિર પાસેથી શેરીમાં બાતમીને આધારે રેડ કરી હતી જેમાં જુગાર રમતા ધીરૂભાઈ નરશીભાઈ દંતેસરીયા, રવિ રમેશભાઈ અદગામા, શામજીભાઈ રમેશભાઈ દંતેસરીયા અને યોગેશ મનુભાઈ બારોટ રહે ચારેય ઘૂટું તા.મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૪૦૦ જપ્ત કરી છેજયારે બીજી રેડ ઘૂટું ગામે ગુંદીનાકા પાસે કરવામાં આવી હતી જેમાં જુગાર રમતા રફીકશા નથુંશા શાહમદાર, જેન્તીલાલ સવજીભાઈ કાવઠીયા, જયદીપ અણદાભાઈ આલ અને સાગર દેવજીભાઈ માલકીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૭,૫૦૦ જપ્ત કરી છેજે કામગીરીમાં તાલુકા પીઆઈ કે એ વાળા, વી જી જેઠવા, જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, દિનેશભાઈ બાવળિયા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઈ મુંધવા, ભગીરથભાઈ લોખીલ, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા, દેવશીભાઈ મોરી, કુલ્દીપ્ભાઈ કાનગડ, યશવંતસિંહ ઝાલા, દીપસિંહ ચૌહાણ સહિતની ટીમ કામગીરી જોડાયેલ હતી