ગુનો@હળવદ: સગીરાનું અપહરણ કરનાર ઈસમ ગોધરાથી પોલીસે ઝડપી લીધો

 તરુણીને તેમના માતા-પિતાને સોંપી
 
ગુનો@જામનગર: યુવકને આપઘાત માટે મજબુર કરનાર દંપતી સહિત 3 શખ્સની ધરપકડ, મોટો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

બનાવની મળતી વિગતો અનુસાર ગત તા.૧૧/૦૭/૨૦૨૩ના રોજ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી.જેમાં ફરિયાદી પિતાએ એવું જણાવ્યું હતું કે આરોપી રાજુ ઉકારભાઈ સંગૌડએ તેમની ૧૪ વર્ષ ૮ માસની દીકરીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી લઈ જઈને તેનું અપહરણ કર્યું હતું.

આ ફરિયાદના આધારે હળવદ પોલીસે તપાસનો દોર ચલાવ્યો હતો. જ્યાં એવું સામે આવ્યું હતું કે આરોપી રાજુભાઈ તથા તરુણી બંને ગોધરાના બસ સ્ટેન્ડમાંના આજુબાજુના વિસ્તારમાં હોવાનુ સામે આવ્યું હતું. જેથી હળવદ પોલીસની ટીમ ગોધરા પહોંચી હતી અને આરોપી રાજુ તથા સગીરાને ઝડપીને હળવદ પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં ભોગ બનનાર સગીરાને તેના માતા પિતાને સોંપવામાં આવી હતી.જ્યારે આરોપી આરોપી રાજુ સંગૌડની તા.૨૫/૦૮/૨૦૨૩ ના રોજ અટકાયત કરી અને આરોપીને સ્પેશીયલ પોક્સો કોર્ટ મોરબી ખાતે રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં આરોપીના રીમાન્ડની માંગણી કરતા આરોપીના રીમાન્ડ મંજુર થયા હતા. આ અંગેની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.છાસીયા ચલાવી રહ્યા છે.

આ કામગીરીમાં હળવદ પોલીસના કે.એમ.છાસીયા, રમેશભાઈ મહાદેવભાઈ ગોહીલ, કિશોરભાઈ સોલગામા, કે.એમ.બાવળીયા, પ્રફુલભાઈ હરખાભાઈ ગંભીરસિહ વાઘભાઈ, નિજુબેન કિશોરભાઈ અને પ્રિયાબેન ઈશ્વરભાઈ સહિતના પોલીસ કર્મીઓ જોડાયેલા હતા.