રીપોર્ટ@શાપર: સગીરાનું અપહરણ કરી નાસી છુટનાર આરોપીને પોલીસે દબોચી લીધો
સગીરાને મુકત કરાવી હતી
Oct 11, 2023, 20:27 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોડી રાત્રીના એક 13 વર્ષની સગીરા ગુમ થવાની ફરિયાદ શાપર પોલીસ મથકે સગીરાના પિતાએ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું. કે તેમની સગીર પુત્રીને પાળ પીપળીયાની અવધ સોસાયટીમાં રહેતો અજય સોમા રાઠોડ નામનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી જવાની ફરીયાદ નોંધાય હતી.
જે ફરીયાદના આ ધારે ગોંડલ સર્કલ પી.આઇ. એ.સી.ડામોરની રાહબરીમાં શાપર પી.એસ.આઇ. આર.કે.ગોહીલ અને ટીમે તપાસ હાથ ધરી ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા આરોપી સગીરાનું અપહરણ કરી કેશોદના ખમીધાણા ગામમાં રહેતો હોવાની ચોકકસ બાતમીના આધારે બાતમીના સ્થળેથી આરોપી અજયને દબોચી સગીરાને મુકત કરાવી હતી.