ગુનો@માંગરોળ: 7 લાખથી વધુની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

આરોપી જાબીર એહમદ શેખ ફરાર થઈ ગયો છે.
 
ગુનો@માંગરોળ: 7 લાખથી વધુની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે આરોપીને ઝડપી પાડયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ડ્રગ્સના કેસ આમે આવતા હોય છે. માંગરોળમાં જૂનાગઢ એસઓજીએ બાતમીના આધારે નિશાર એહમદ બસીર એહમદ શેખ રહે.માગરોળ વાળાના ધરે રેઈડ કરી પોણા સાત લાખથી વધુની કિંમતના 68.18 ગ્રામ એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડયો હતો આ ગુન્હાનો અન્ય એક સહ આરોપી જાબીર એહમદ શેખ ફરાર થઈ ગયો છે.

જાણવા મળતી વિગતો મુજબ માંગરોળ શહેરમાં ઈન્દિરા નગરમાં હોન્ડા શો રૂમની સામે સહારા પાન વાળી ગલીમાં મહંમદભાઇના ડેલા પાસેના મકાનના પહેલા માળે પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં નશીર એહમદ બસીર એહમદ શેખ નામનો શખ્સ ડ્રગ્સ રાખીને વેચાણ કરતો. હોવાની બાતમી જૂનાગઢ એસઓજી ના પીએસઆઈ રવિરાજ સિંહ જાડેજા અને ઈરફાનભાઈ રૂમીને સંયુક્ત રીતે મળતા તેને બાતમી રજીસ્ટરે નોધી.  એસપી જૂનાગઢ ને જાણ કરી તટસ્થ પંચો તથા ઔષધ નિયમન વિભાગના અધિકારીઓને સાથે રાખી સરકારી વાહનમાં સ્થળે જઈ રેડ કરી.  ત્યાં નસીર એહમદ શેખ નામનો સખ્સ હાજર મળી આવેલ તેમની રૂબરૂ મકાનની તલાસી લેતાં ત્યાંથી 68.18 ગ્રામ જેટલા ,રૂ.6,81,800/-ની કિમતના મેકડ્રોન ડ્રગ્સનો જથ્થો અને ગુન્હાના કામે વપરાયેલ દસ હજારની કિંમતનો મોબાઈલ મળી.

આવતા આ બાબતે આરોપી નસીર એહમદને પુછપરછ મા આ ગુન્હામાં જાબીર એહમદ કુરેશીનું નામ ખુલતા તપાસ કરતા તે મળી આવેલ ન હોય. આ ગુન્હામાં એસઓજી પીએસઆઇ રવિરાજ સિહ સોલંકી એ ફરીયાદ આપતા પોલીસે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  આ રેડમા એસઓજીના એએસઆઈ મહેન્દ્ર ભાઈ કુવાડીયા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, પો.હે.કો. અનિરૂધ્ધ વાંક, પ્રતાપભાઈ શેખવા, રવિકુમાર ખેર, ઈરફાનભાઈ રૂમી તથા રમેશભાઈ માલમ સાથે રહ્યા હતા.