ગુનો@વાંકાનેર: પેડક સોસાયટીમાં જુગાર રમતા ૮ જુગારીઓને પોલીસે દબોચ્યા

 પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
 
ગુનો@વાંકાનેર: પેડક સોસાયટીમાં જુગાર રમતા ૮ જુગારીઓને પોલીસે દબોચ્યા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જુગારીઓ ખુલ્લે આમ જુગાર રમી રહ્યા છે.પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરતા હોવા છતાં ,પણ દિવસે-દિવસે જુગારના કેસ ખુબજ વધી રહ્યા છે.હાલમાંજ વાંકાનારની  પેડક સોસાયટીમાં જુગાર રમતા ૮ જુગારીઓને પોલીસે દબોચ્યા  હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પ્રથમ બનાવમાં પેડક સોસાયટી ઇંટોના ભઠ્ઠા પાછળ જાહેરમાં જુગાર રમતા દિનેશભાઈ હરિભાઈ મકવાણા, કિશોરભાઈ બાબુભાઈ વિકાણી અને ભરતભાઈ છગનભાઈ જીંજરિયાને રોકડ રકમ રૂ.૧૧૦૭૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેતો બીજા બનાવમાં પેડક સોસાયટીના મેળાના મેદાનમાં જાહેરમાં જુગાર રમતા નીતેશભાઈ ચતુરભાઈ વિકાણી, સુરજભાઈ લાભુભાઈ સોલંકી, અમિતભાઈ નિતેશભાઈ વિકાણી, ઉમેશભાઈ મનસુખભાઈ વિકાણી અને મનોજભાઈ ચંદુભાઈ વિકાણી ને રોકડ રકમ રૂ.૧૦૬૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે