ક્રાઈમ@મોરબી: બાઇકમાં ગાંજાની હેરાફેરી કરતાં એક સગીર સહિત બે ઇસમોને પોલીસે પકડ્યા

પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી.
 
ક્રાઈમ@અમદાવાદ: રિસામણે ગયેલી પત્નીને મનાવવા ગયેલા પતિને સાસરિયાઓએ જ ઉતાર્યો મોતને ઘાટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

મોરબીના લીલાપર કેનાલ રોડ બોરીયા પાર્ટીના નાલા પાસે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી એજાજ ઉર્ફે માથારો અબ્દુલભાઇ આરબ શેખ અને એક તરુણ રૂ.૨૦,૦૦૦ની કિંમતના નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા.જેથી પોલીસે તેને અટકાવવા જતા આરોપી એજાજએ બાઈકને વધુ ગતિથી હંકારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા અને તેમની તલાશી લેતા આરોપીઓ પાસેથી રૂ.૧૭૯૦ની કિંમતનો ૧૭૯.૬૨ ગ્રામ ગાંજો, રૂ.૨૫૦૦ની કિંમતના બે મોબાઈલ તથા રોકડા રૂ.૩૪૦ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.જેથી પોલીસે તમામ મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.