ગુનો@મોરબી: રહેણાંક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલનો જથ્થો જપ્ત કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દારૂના કેસ ખુબજ વધી ગયા છે.ગુનેઘારો ખુલ્લે આમ દારૂનો વેપાર કરી રહ્યા છે.પોલીસની સખત કાર્યવાહી છતાં,ગુનેઘારોને કોઈ વાતનો ડર નથી.દારૂનો વધુ એક બનાવ સામે આવ્યો છે.મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૫ બોટલનો જથ્થો જપ્ત કર્યો છે અને આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કાલિકા પ્લોટ મસ્જીદ પાછળ શેરી નં ૦૪ માં રહેતા આરોપી અબ્દુલા આરબના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો.હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી .જેમાં આરોપીના રહેણાંક મકાનમાંથી પોલીસે અલગ અલગ બ્રાંડની દારૂની બોટલ નંગ ૨૫ કીમત રૂ ૧૨,૧૫૦ નો જથ્થો જપ્ત કર્યો છે.
તો રેડ દરમિયાન આરોપી અબ્દુલા ઉર્ફે અબુડી મહેબુબ આરબ હાજર નહિ મળતા, આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.