ક્રાઈમ@વાંકાનેર: દરોડો કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૮ બોટલ અને બિયર નંગ ૪૦ સહિતનો મુદામાલ જપ્ત કર્યો

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
 
ક્રાઈમ@રાજકોટ: શહેરમાં પ્રતિબંધિત ફટાકડા વેંચતા ચાર વેપારી સામે ગુનો નોંધતી પોલીસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં દરોડો કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૮ બોટલ અને બિયર નંગ ૪૦ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો જ્યાં સ્થળ પરથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી આવ્યો હતો જયારે એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર અને આરોપી મહેશ ઉર્ફે ભૂરો ભનાભાઈ અણીયારીયા રહે લાકડધાર વાળા પાસેથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ ૨૮ કીમત રૂ ૧૦,૬૦૦ અને બીયર નંગ ૪૦ કીમત રૂ ૪૦૦૦ સહીત કુલ રૂ ૧૪,૬૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે મુદામાલ કબજે લીધો હતો

જ્યાં સ્થળ પરથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર મળી આવ્યો હતો જેથી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે તેમજ આરોપી મહેશ ઉર્ફે ભૂરો ભનુભાઈ અણીયારીયા મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.