ગુનો@ગુજરાત: ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો

ચોટીલા પોલીસે ચાલક સાથે પકડી પાડતા
 
ગુનો@ગુજરાત: ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ગઇકાલે સાંજે ચોટીલા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે સમયે પીઆઈ જે.જે. જાડેજા ને હકિકત મળી હતી કે સફેદ કલરના મોરાવાળો ટ્રક નંબર-એચપી-38 એચ 1489 વાળામાં ચોખાના કટ્ટા ગુણી ની નીચે ભારતીય બનાવટનો પરપ્રાતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી ભરી ટ્રકની ઉપર વાદળી કલરની તાલપત્રી બાંધી ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે રોડ ઉપર નીકળી રાજકોટ તરફ જનાર છે.

કેહાભાઇ મકવાણા, વલ્લભભાઇ ખટાણા, મહિપતસિંહ પરમાર, સરદારસિંહ બારડ ભરતભાઇ તરગટા સહિતનાઓની ટીમ બનાવી ચોટીલા રાજકોટ હાઇવે ઉપર જલારામ મંદિર નજીક આવેલા પોલીસ સર્કીટ હાઉસ પાસે ટ્રકની વોચમાં ગોઠવેલ અને હકિકત વાળો ટ્રક નિકળતા જેને રોકી ચેક કરતા સફેદ કલરની મીણીયાની ઘેલીની ચોખાની ગુણીની નીચે આડમાં અલગ અલગ બ્રાંડનો ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂની કંપની શીલબંધ બોટલો નંગ-5436 કિ.રૂ.19,46,400 ના મુદ્દામાલ સાથે ચોખાની ગુણી નંગ-250 કિરૂ.1,25,000, મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂ.5000 તથા આધાર કાર્ડ-1 ટાટા કંપનીનો ટ્રક કિ.10,00, 000 તેમજ ટ્રકના કાગળોની ફાઇલ તથા તાલપત્રી વિગેરે મળી કુલ કિ.રૂ.30,76,400 સાથે પંજાબના લુધીયાણા, ઇસરનગર મહોલ્લા, ના રહિશ ટ્રક ચાલક અવતારસિંગ મલકિતર્લિંગ (ઉ.વ.50)ને પકડી
પાડેલ હતો

ચોટીલા પોલીસે પકડાયેલ ટ્રક ચાલક અને હિમાચલ પ્રદેશનાં ઇંદોરા તાલુકાનાં સિરત ના રહીશ ટ્રકના માલિક સુખવિંદરસિંગ બલવંતસિંગ તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર- રોબિનર્સિંગ હરકિમત સિંગલા રહે.લુધીયાણા, પંજાબ તથા દારૂનો જથ્થો મંગાવનાર અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધી તપાસ સંદર્ભે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા કરોડોનો દારૂ ગેર કાયદેસર વેચાણ થાય છે અને આ ધંધા સાથે સંકળાયેલા અવનવા નુસખા અપનાવતા હોય છે પકડાયેલ ટ્રકમાં નીચે કોઈ ની નજર ન પડે તેમ ગોઠવણ કરી દારૂની પેટીઓ પ્લાસ્ટિક મીણીયા ની થેલીઓમાં ભરી ઉપર સુધી અને ઠાઠા ભાગની નજીક સુધી ચોખાના બાચકા એવી રીતે ગોઠવેલ કે કોઇ ખોલી ને જોવે તો પ્રથમ દ્રષ્ટિએ આખી ટ્રક ચોખાની જ ભરેલ હોવાનું દેખાય તેમ છતા બાતમીના આધારે પકડાતા બુટલેગરો નવો નુસખો પોલીસને જોવા મળેલ હતો.