રિપોર્ટ@પાટણ: રેગિંગકાંડનાં 15 આરોપી વિદ્યાર્થીઓને સાથે રાખી પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરશે

જુનિયર મારફતે મેસેજ કરાતા હતા. બીજી બાજુ મંગળવારે 15 આરોપી વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા છે.
 
રિપોર્ટ@પાટણ: રેગિંગકાંડનાં 15 આરોપી વિદ્યાર્થીઓને સાથે રાખી પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી.. રેગિંગકાંડનાં 15 આરોપી વિદ્યાર્થીઓને સાથે રાખી પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરશે. પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયર્સ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણીયાના મોત થયું છે. આ બાદ રેગિંગને લઈ રોજ નવા-નવા રહસ્યો બહાર આવી રહ્યા છે.

મંગળવારે વાયરલ થયેલી એક વોટ્સએપ ચેટિંગ પ્રમાણે પ્રથમ વર્ષ 200 વિદ્યાર્થીઓને પરિચયના નામે રેગિંગ કરવા જિલ્લા વાઈઝ ગ્રુપ બનાવીને બોલાવાતા હતા. જુનિયર મારફતે મેસેજ કરાતા હતા. બીજી બાજુ મંગળવારે 15 આરોપી વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા છે. સિનિયર્સ દ્વારા જુનિયરનું કઈ રીતે રેગિંગ કરાતું હતું એ અંગે પોલીસ આજે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરશે, જે બાદ આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરાશે.

આ અંગે તપાસ અધિકારી જે.પી.સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપી વિદ્યાર્થીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર થયા કર્યા છે. આજે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી કરવામાં આવશે. જે બાદ સાંજે 5:00 વાગે રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી કોર્ટમાં રજૂ કરાશે. કોર્ટ જે હુકમ કરશે એ હુકમ મુજબ આગળની કાર્યવાહી કરીશું.