રાજકારણ@ગુજરાત: કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બનાસડેરીને લઈ એક નિવેદન આપતા ડેરીના રાજકારણમાં ગરમાવો આવ્યો

આ મોદીની નહીં મારી ગેરંટી છે.
 
રાજકારણ@ગુજરાત: કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગલબાકાકાની પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચલાવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું  નરેન્દ્રમોદી ત્રીજી વાર વડાપ્રધાન બની ગયા છે. ગુજરાત લોકસભાની 26માંથી માત્ર એક બનાસકાંઠા બેઠક પર જીત અપાવી ગેનીબેન ઠાકોરે કોંગ્રેસની લાજ રાખી હતી.

ત્યારે આજે બનાસકાંઠાના પાલનપુરમાં સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બનાસડેરીને લઈ એક નિવેદન આપી ડેરીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીને અપીલ કરતા શક્તિસિંહે કહ્યું હતું કે, ગલબાકાકાનું ઋણ ઉતારો, ગલબાકાકાની પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચલાવશે. આ મોદીની નહીં મારી ગેરંટી છે.