રાજકારણ@દેશ: ગુજરાત વિધાનસભામાં નશાબંધી સુધારા બિલ પાસ, જાણો વધુ વિગતે
સમાજના સારાં કામો માટે ઉપયોગ કરશે.
Aug 23, 2024, 08:55 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વિધાનસભામાં કેટલાક બીલો રજૂ કરવામાં આવતા હોય છે. ગુજરાતમાં નશાબંધીના કાયદાની અમલવારી પછી રાજ્યમાં અવારનવાર દારૂની ખેપમાં વપરાતા વાહનોનો નિકાલ માટે હવે રાજ્ય સરકાર દ્વારા મુખ્ય અધિનિયમમાં સુધારો કરી સુધારા વિધેયક પસાર કર્યું છે. જેમાં હવે ખેપના વાહનોનો નિકાલ હવે કોર્ટના અંતિમ નિર્ણય પહેલાં અને કોર્ટની પરવાનગી સાથે કરી શકાશે.
ગુજરાત વિધાનસભામાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બૂટલેગરો હવે દારૂની તસ્કરીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને દારૂના ધંધો કરીને સમૃદ્ધ થઇ રહ્યા છે. જેથી તેમના દારૂની હેરાફેરીમાં જપ્ત થયેલાં વાહનોને હવે સરકાર હરાજી કરીને એનો ઉપયોગ સમાજના સારાં કામો માટે ઉપયોગ કરશે.