રાજકારણ@ગુજરાત: રીવાબાએ પતિ અને દીકરીની ઉપસ્થિતિમાં મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભૂપેન્દ્ર પટેલ સરકાર નવા મંત્રીમંડળની રચના થઈ ગઈ છે. આજે રિવાબા જાડેજા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 11 મંત્રીએ પદભાર સંભાળ્યો હતો. રીવાબા જાડેજા અને હર્ષ સંઘવીએ ચાર્જ લેતા પહેલા ઓફિસમાં પૂજાવિધિ કરી હતી.શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ચાર્જ સંભાળ્યો ત્યારે પતિ રવીન્દ્રસિંહ જાડેજા અને દીકરી નિધ્યાનાબા પણ હાજર રહ્યા હતા.જે મંત્રીઓએ આજે ચાર્જ નથી લીધો તેઓ હવે 26 ઓક્ટોબર પછી ચાર્જ સંભાળશે.
શિક્ષણ રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા રીવાબા જાડેજાએ આજે ધનતેરસના દિવસે વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળવા આવ્યા ત્યારે રીવાબા જાડેજાએ સ્વર્ણિમ સંકુલમાં VIP ગેટના બદલે સામાન્ય લોકોની જેમ એન્ટ્ર લીધી હતી.
રીવાબા જાડેજાએ મંત્રીપદનો ચાર્જ સંભાળ્યો ત્યારે દીકરી નિધ્યાનાબા અને પતિ રવીન્દ્ર જાડેજા પણ હાજર રહ્યા હતા. ચેમ્બરમાં પ્રવેશ કરતા પહેલા બંનેની રાહ જોઈ હતી. ચેમ્બરમાં પૂજા અર્ચના કરી ટેબલ પર સ્વસ્તિક કર્યો હતો.
કેબિનેટ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ હર્ષ સંઘવીએ આજે વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં તેઓના ટેકેદાર ઉપસ્થિત રહ્યા હતા.
શ્રમ અને રોજગારી રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ મંત્રી તરીકેનો ચાર્જ લીધો હતો. આ સમયે તેમના પરિવારજનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ચાર્જ લેતી સમયે અમૃતિયાની ઓફિસમાં પૂજાવિધિ કરવામાં આવી હતી.