રાજકારણ@ગુજરાત: મંત્રીઓને કયા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત સરકારના મંત્રીમંડળના તમામ મંત્રીઓને જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 9 મંત્રીને બબ્બે જિલ્લાની, 10 મંત્રીને 1-1 જિલ્લાની અને 6 મંત્રીને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લાવાઈઝ મંત્રીઓની સોંપવામાં આવેલાં નામની યાદી ગ્રાફિક્સની મદદથી સમજીએ.
પરિપત્રમાં જણાવાયું છે કે ફાળવેલા જિલ્લાઓમાં પ્રભારી, સહપ્રભારી મંત્રીઓએ સમયાંતરે જિલ્લાની મુલાકાત લેવાની રહેશે અને જે-તે જિલ્લાના વહીવટી પ્રશ્નોથી વાકેફ થઈ એના નિકાલ સંબંધે જિલ્લા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જિતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આગાઉ પણ બન્ને નેતા પ્રવક્તા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ પહેલાં જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી ફરજ હેઠળ હર્ષ સંઘવી અને જિતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે.

