ચૂંટણી@અમદાવાદ: પાલિકા-પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસ આજે મૂરતિયા જાહેર કરશે, જાણો વધુ વિગતે
ભાજપ અમદાવાદમાં 192 બેઠક માટે એક વોર્ડમાં 12 નામ નક્કી કરશે.
Apr 5, 2026, 11:37 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાલિકા-પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસ આજે મૂરતિયા જાહેર કરશે. ભાજપ અમદાવાદમાં 192 બેઠક માટે એક વોર્ડમાં 12 નામ નક્કી કરશે. તેને લઈને શહેર ભાજપે સંકલન સમિતિની બેઠક બોલાવી છે.
આજે સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં પશ્ચિમ વિસ્તારના નામો માટે ચર્ચા કરાશે. સાથે જ ભાજપે આજથી પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે અને ઘરે ઘરે પત્રિકા વિતરણ શરૂ કર્યું છે.

