ચૂંટણી@મહારાષ્ટ્ર: વહેલી સવારથી 29 મહાનગરપાલિકાઓમાં મતદાન ચાલુ, જાણો વધુ વિગતે

મતદાન શરૂ થતાની સાથે જ પોલિંગ બૂથોની બહાર લોકોની લાઈનો લાગી ગઈ હતી. 
 
ચૂંટણી@મહારાષ્ટ્ર: 29 મહાનગરપાલિકાઓમાં મતદાન ચાલુ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી ચાલી રહી છે. મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓમાં આજે મતદાન થઈ રહ્યું છે. સવારથી  મતદાન શરૂ થઈ ગયું છે જે સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. શુક્રવારે તેનું પરિણામ આવશે.

મતદાન શરૂ થયા બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ દાવો કર્યો કે આંગળીઓ પર લાગેલી ન ભૂંસાય તેવી શાહી 'એસીટોન' નામનું કેમિકલ લગાવવાથી ભૂંસાઈ રહી છે. આ બાબતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ચીફ રાજ ઠાકરેએ પણ વોટ નાખ્યા બાદ આ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે સરકાર સત્તામાં ટકી રહેવા માટે કંઈ પણ કરી શકે છે.

બીજી તરફ, શાહી ભૂંસાઈ જવાના દાવા પર પ્રતિક્રિયા આપતા BMCએ એક નિવેદનમાં જણાવ્યું કે આવા મીડિયા રિપોર્ટ્સ તથ્યાત્મક રીતે ખોટા છે.

બીજી બાજુ, અનેક મતદારોના પોલિંગ બૂથ બદલાઈ જવાથી લોકો પરેશાન થયા હતા. મહારાષ્ટ્રના મંત્રી ગણેશ નાઈક અને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના પોલિંગ બૂથ પણ બદલાઈ ગયા હતા. તેમણે લોકોને પોલિંગ બૂથ ચેક કરીને વોટ કરવા આવવાની અપીલ કરી હતી. કેટલીક જગ્યાએ EVM માં ખરાબીની ફરિયાદો પણ સામે આવી છે.

મતદાન શરૂ થતાની સાથે જ પોલિંગ બૂથોની બહાર લોકોની લાઈનો લાગી ગઈ હતી. RSS ચીફ મોહન ભાગવત, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, ગીતકાર ગુલઝાર અને સચિન તેંડુલકરે વોટ નાખ્યો હતો.

આ ચૂંટણીઓમાં સૌથી મહત્વની બૃહન્મુંબઈ મહાનગરપાલિકા  છે જ્યાં 2017 પછી 227 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. અહીં બહુમતી માટે 114નો આંકડો જરૂરી છે. BMCની 227 બેઠકોમાંથી 32 બેઠકો પર BJP-શિવસેના ગઠબંધન અને શિવસેના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે સીધો મુકાબલો છે.

BMC ચૂંટણીમાં કુલ 227 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. ભાજપ-શિવસેના (શિંદે જૂથ) વચ્ચે ગઠબંધન છે. ભાજપ 137 બેઠકો પર લડી રહી છે જ્યારે શિંદેની શિવસેનાએ 90 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે.

બીજી તરફ શિવસેના UBTએ MNS સાથે ગઠબંધન કર્યું છે. UBT જ્યાં 163 બેઠકો પર લડશે જ્યારે MNSને 52 બેઠકો મળી છે. કોંગ્રેસે વંચિત બહુજન આઘાડી (VBA) સાથે ગઠબંધન કર્યું છે. કોંગ્રેસ 143 બેઠકો પર લડી રહી છે જ્યારે VBAને 46 બેઠકો આપવામાં આવી છે. NCPએ કોઈની સાથે હાથ મિલાવ્યા નથી. અજિત જૂથની આ પાર્ટી 94 બેઠકો પર લડશે.