ચૂંટણી@મહારાષ્ટ્ર: બારામતી બેઠક પર સુનેત્રા પવાર આગળ,ભાજપ 4 અને 2 પર કોંગ્રેસ આગળ

દેશના 5 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશના 5 રાજ્યોની 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ભાજપ 4 બેઠક પર અને કોંગ્રેસ 2 બેઠકો પર આગળ છે. કર્ણાટકની બંને બેઠકો- બાગલકોટ અને દાવણગેરે સાઉથ પર કોંગ્રેસના ઉમેદવારો આગળ છે.

મહારાષ્ટ્રની બારામતી બેઠક પર સુનેત્રા પવાર આગળ છે. સુનેત્રા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની છે. 28 જાન્યુઆરી 2026ના રોજ બારામતીમાં એક વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થયું હતું.

કર્ણાટકમાં બાગલકોટ અને દાવણગેરે દક્ષિણ, મહારાષ્ટ્રમાં બારામતી અને રાહુરી, નાગાલેન્ડમાં કોરીદાંગ, ત્રિપુરામાં ધર્મનગર અને ગુજરાતના ઉમરેઠ બેઠક પર મતગણતરી ચાલી રહી છે.

કર્ણાટકની બે બેઠકો, નાગાલેન્ડ અને ત્રિપુરાની 1-1 બેઠક પર 9 એપ્રિલે મતદાન થયું હતું. ગુજરાતની લીમખેડા અને મહારાષ્ટ્રની બારામતી અને રાહુરી બેઠક પર 23 એપ્રિલે મતદાન થયું હતું.

7 માંથી 4 બેઠકો પર ગઈ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. મહારાષ્ટ્રની એક બેઠક NCP પાસે હતી. કર્ણાટકની બંને બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હતી.

આ 7 બેઠકો ત્યાંના પૂર્વ ધારાસભ્યોના નિધનને કારણે ખાલી પડી હતી. આમાં સૌથી ચર્ચિત બેઠક બારામતી છે, જ્યાંથી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ધારાસભ્ય હતા.