આગાહી@ગુજરાત: રાજ્યમાં હજુ 2 દિવસ અતિભારે વરસાદની આગાહી, કયા વિસ્તારમાં વરસાદ પડશે ?

કયા વિસ્તારમાં વરસાદ પડશે ?
 
આગાહી@ગુજરાતઃ 4 ડિસેમ્બરના રોજ ફરી એકવાર વરસાદ પડશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાઓ પર વધારે વરસાદના કારણે રસ્તાઓ પણ બંધ થઇ ગયા છે. કચ્છ અને સૌરાષ્ટ્ર પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગના મતે હજુ આગામી ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાદરા અને નગર હવેલી, દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે.