ધાર્મિક@ગુજરાત: પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં 5 દિવસ પરિક્રમા મહોત્સવ ઉજવાશે, જાણો વધુ

પાંચ દિવસ પરિક્રમા મહોત્સવ ઉજવાશે
 
પાંચ દિવસ પરિક્રમા મહોત્સવ ઉજવાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શક્તિપીઠ અંબાજીમાં આગામી 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ પરિક્રમા મહોત્સવ ઉજવાશે. દર વર્ષે ત્રણ દિવસનું આયોજન કરવામાં આવતુ હોય છે. આ વર્ષથી પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવ ઉજવાશે. પાંચ દિવસનો પર્વ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

બનાસકાંઠા ક્લેકટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન વરુણ બરવાલે મીડિયાને જણાવ્યુ હતુ કે, આ પાંચ દિવસને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ખાસ તો ગબ્બર પર્વત વિસ્તારના 51 શક્તિપીઠ ના તમામ મંદિરોમાં બ્રાહ્મણો દ્વારા હોમ હવન કરવામાં આવશે. શોભાયાત્રા અને આનંદના ગરબા મંડળ પણ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેશે. એસટી બસની પણ આ દરમિયાન વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આી છે. તેમજ વિના મૂલ્યે ભોજન પ્રસાદ મંદિરની ભોજન શાળામાં આપવામાં આવશે.