કાર્યવાહી@ગુજરાત: અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને 6 માસથી 7 વર્ષ સુધીની સજા
5 હજારથી 50 હજાર સુધીનો દંડ કરવામાં આવશે
Aug 18, 2024, 09:24 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત હાઈકોર્ટ દ્વારા અંધશ્રદ્ધા સામે કેટલાક મહત્વના કાયદાઓ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને અન્ય એક અરજદારે એડવોકેટ હર્ષ રાવલ મારફતે જાહેરહિતની અરજી દાખલ કરી છે. જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદી સમક્ષ ચાલી રહી છે.
ત્યારે ગુજરાત સરકારે ગુજરાત અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. જેને આગામી વિધાનસભા સત્રમાં રજૂ કરાશે.
જેમાં અંધશ્રદ્ધાનું આચરણ કરનાર, કરાવનાર કે દુષ્પ્રેરણા આપનારને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ સજા કરાશે. જ્યારે રૂપિયા 5 હજારથી 50 હજાર સુધીનો દંડ કરવામાં આવશે. આ બિનજામીન પાત્ર ગુનો ગણાશે.