કાર્યવાહી@અમદાવાદ: 16 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચનાર આરોપીને કોર્ટે 20 વર્ષની કેદ અને એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો

આરોપીને કુલ એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો 
 
કાર્યવાહી@અમદાવાદ: 16 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચનાર આરોપીને કોર્ટે 20 વર્ષની કેદ અને એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં દુષ્કર્મના બનાવો ખુબજ વધી ગયા છે. આવા ગુનેગારોને કડક કાર્યવાહી કરવી જેનાથી ફરી કોઈ આરોપી બળાત્કાર કરતા ડરે ગુનેગાર ઠરાવીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને કુલ એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. આ દંડની રકમ ભોગ બનેલી કિશોરીને વળતર સ્વરૂપે ચૂકવવા હુકમ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીએ ગંભીર પ્રકારનો, સમસ્ત માનવ સમાજ અને સમાજના સંસ્કારો વિરુદ્ધનો ગુનો કર્યો હોવાનું જણાઈ આવે છે..

વસ્ત્રાલમાં રહેતી ૧૬ વર્ષની કિશોરીનું ત્યાં રહેતા જીગર ઉર્ફે જયમીન બચુભાઈ ગજ્જર 28 જાન્યુઆરી, 2022ના રોજ અપહરણ કરીને લઈ ગયો હતો. ત્યારબાદ જુદી જુદી જગ્યાએ લઇ જઇ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે કિશોરીના પરિવારે 31 જાન્યુઆરીના રોજ ફરિયાદ કરતા રામોલ પોલીસે ગુનો નોંધીને આરોપી જીગર ઉર્ફે જયમીન ગજ્જરની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો.

ત્યારબાદ આરોપી સામે પોલીસે તપાસ કરી ચાર્જશીટ કરી હતી. આ દરમિયાનમાં આરોપી જીગર ગજ્જર સામે કેસ ચાલતા સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ 9 સાક્ષી અને 25 દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, આખોય કેસ પુરવાર થાય છે, દસ્તાવેજી પુરાવાઓ પણ કેસને સમર્થન કરે છે. આરોપીએ અપહરણ બાદ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાનું પુરવાર થયું છે.

ફરિયાદી સહિતના સાક્ષીઓએ આરોપીને ઓળખી બતાવ્યો છે, આવા કિસ્સા સમાજમાં વધી રહ્યાં છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. ત્યારબાદ કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.