કાર્યવાહી@ગુજરાત: સમગ્ર રાજ્યમાં 464919 કેસનો સુખદ નિકાલ કરવામાં આવ્યો

કરોડની જંગી રકમ ચૂકવાઇ છે.
 
કાર્યવાહી@અમદાવાદ: 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ઇસમને  1.20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ગુનાના કેટલાક કેસો વધી ગયા છે. ગુજરાત સહિત દેશભરમાં શનિવારે રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરાયું હતું. ગુજરાતમાં પણ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને સ્થાનિક જિલ્લા સેવા સમિતિઓ દ્વારા જિલ્લા-તાલુકા કોર્ટોમાં વિવિધ લોકઅદાલતનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર રાજ્યમાં 4,64,919 કેસનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે.

જેમાં સૌથી વધુ કેસોના નિકાલમાં સુરત પ્રથમ નંબરે છે. જ્યારે અમદાવાદ મેટ્રોકોર્ટ બીજો ક્રમ આવ્યો છે. મેટ્રોકોર્ટમાં ચેક રિર્ટન કેસોનો નિકાલ કરી વળતર પેટે 378 કરોડની જંગી રકમ ચૂકવાઇ છે.

કાનૂની સેવા સત્તામંડળના પદાધિકારીઓ, ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અમદાવાદ ક્રિમિનલ કોર્ટસ બાર એસોસિએશનના પ્રમુખ ભરત એચ. શાહ સહિતના આગેવાનોની હાજરીમાં લોક અદાલત યોજવામાં આવી હતી. આ ઉપરાંત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ભદ્ર અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે આંખે ઊડીને વળગે તેવી કેસોના નિકાલની નોંધપાત્ર કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં લોક અદાલતમાં ફોજદારી ગુનાઓ, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, મની રિકવરી, મોટર એક્સિડેન્ટ કલેઇમ, લેબર-અમ્પ્લોયર, વીજળી, પાણી, છૂટાછેડા સિવાયના લગ્ન તકરારના કેસો, જમીન તકરારના કેસો, નિવૃત્તિ લાભો સહિતના કેસોના નિકાલની કામગીરી હાથ ધરાઇ હતી. ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટ સંકુલ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૨૭,૪૫૨ કેસનો નિકાલ કરાયો હતો, જ્યારે પ્રિલિટીગેશન ડિસ્પોઝલમાં ૪૬,૪૭૨ કેસો મળી કુલ ૭૩,૯૨૪ કેસોનો નિકાલ કરાયો છે.

ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં મોટર વાહન અકસ્માતના વળતર અંગેના ૧૦૦થી વધુ કેસોનો સમાધાનકારી નિકાલ કરી તેમાં વળતરના હુકમો થયા હતા. જેમાં સૌથી મોટો દાવો ત્રણ કરોડ રૂપિયાનો વિશાલ શરાફ નામના મૃતક યુવકના આશ્રિતોનો હતો.

સેશન્સ કોર્ટમાં મૃતકના પરિવારને 1.60 કરોડ રૂપિયા ચૂકવાયા

ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં તો, મોટર વાહન અકસ્માતના એક કેસમાં મૃત્યુ પામનાર મૃતકના વારસદારોને વીમાકંપની તરફથી રૂપિયા ત્રણ કરોડના દાવા સામે રૂપિયા ૧.૬૦ કરોડની માતબર રકમનું વળતર ચૂકવાયું હતું. હાઇકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવના હસ્તે વારસદારોને રૂપિયા ૧.૬૦ કરોડની રકમનો ચેક અર્પણ કરાયો હતો. આ જ પ્રકારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વીમા કંપનીએ આવા જ એક મૃતકના વારસદારોને રૂપિયા ૯૦.૯૦ લાખનું ઊંચુ વળતર ચૂકવ્યું હતું. જેમાં હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ. સુપહીયાના હસ્તે વારસદારોને રૂપિયા ૯૦.૯૦ લાખની રકમનો ચેક અર્પણ કરાયો હતો.