કાર્યવાહી@ગુજરાત: હાઈકોર્ટે રખઢતા ઢોર પર કાબૂ મેળવવા જોરદાર ફટકાર લગાવ્યા બાદ કોર્પોરેશને રખડતા ઢોરને પકડવા માટે લાકડીઓ કાઢી

પોલીસની ટીમ સાથે રાખીને રસ્તા પરથી ઢોર પકડવામાં આવ્યા 
 
કાર્યવાહી@ગુજરાત: હાઈકોર્ટે રખઢતા ઢોર પર કાબૂ મેળવવા જોરદાર ફટકાર લગાવ્યા બાદ કોર્પોરેશને રખડતા ઢોરને પકડવા માટે લાકડીઓ કાઢી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાઈકોર્ટે રખઢતા ઢોર પર કાબૂ મેળવવા જોરદાર ફટકાર લગાવ્યા બાદ કોર્પોરેશને રખડતા ઢોરને પકડવા માટે લાકડીઓ કાઢી છે. પણ એ જ લાકડીઓ તેમના માથે ફરી વળી છે. ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ મહાનગર પાલિકાઓએ રખડતા ઢોર અંગે કામગીરી કરવાની ફરજ પડી છે. ત્યારે જામનગર મનપાએ રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે કોર્ટના આદેશ બાદ કામગીરી કરવાનુ શરૂ કર્યુ છે. પોલીસની ટીમ સાથે રાખીને રસ્તા પરથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી છે.

શહેરના માર્ગ પર રખડતા ઢોરને પકડવા માટે 4 ટીમ બનાવવામાં આવી છે. જાન્યુઆરી માસથી અત્યારસુધી 3 હજાર જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા છે. તો બે દિવસમાં રસ્તા પર ઘાસચારાનું વેંચાણ કરનાર 13 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા કોઈ નવી નથી. પરંતુ અગાઉ રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે દેખાવની કામગીરી થતી.જે કોર્ટની ફટકાર બાદ અધિકારીઓ આળસ ખંખેરીને રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ માટે વિવિધ કામગીરી શરૂ કરી છે.

પોલીસની ટીમ સાથે રાખીને શહેરના માર્ગો પરથી ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે કામગીરીમાં અડચણ ન આવે તે માટે તેનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે. ઢોર પાર્ટીની 4 ટીમ દ્વારા એક દિવસમાં આશરે 30 જેટલા રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યા છે.