કાર્યવાહી@ગુજરાત: સરકારી શાળાઓમાં નોકરી કરતી 2 વર્ષથી ગેરહાજર શિક્ષિકા સામે કાર્યવાહી

 વિદેશમાં જઈને વસવાટ કરી રહ્યા છે.
 
કાર્યવાહી@ગુજરાત: સરકારી શાળાઓમાં નોકરી કરતી  2 વર્ષથી ગેરહાજર શિક્ષિકા સામે કાર્યવાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ગુજરાતમાં ગુલ્લીબાજ શિક્ષકો કે જે સરકારી શાળાઓમાં નોકરી કરતા હોવા છતાં રજા મૂકી કે કપાત પગારે વિદેશમાં જઈને વસવાટ કરી રહ્યા છે.

આવા ગુલ્લીબાજ શિક્ષકોને લઈને રાજ્યમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બંદરપુરા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા રજા મંજૂર થયાની રાહ પણ જોયા વિના વિદેશ ભાગી ગયાં હતાં. શિક્ષિકા છેલ્લા 2 વર્ષથી વિદેશ જતાં રહેતાં તેમને હાલ ફરજ પરથી બરતરફ કરાયાં છે.