કાર્યવાહી@અમદાવાદ: ભાડા અંગેની તકરારમાં કાકાની હત્યા કરનારા ભત્રીની જમીન અરજી કોર્ટે ફગાવી

તકરારમાં કાકાને 11 ઘા ઝીંકીને હત્યા
 
કાર્યવાહી@અમદાવાદ: જાહેરમાં ફાયરિંગ કરનારા નિવૃત્ત DySPને કોર્ટે ગુનેગાર ઠરાવીને 4 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શહેરના નિકોલ વિસ્તારમાં મિલકતના ભાડા અંગેની તકરારમાં કાકાને 11 ઘા ઝીંકીને હત્યા કરનારા ભત્રીજાએ જામીન મેળવવા માટે કરેલી અરજી એડિશનલ સેશન્સ જજ મનોજ બી. કોટકે ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આ મામલે તપાસ જારી છે.

આરોપીનો ગુનામાં ગંભીર રોલ છે. આરોપી સામે ગુનાનો પ્રકાર અને ગુનાની ગંભીરતા જોતા જામીન પર મુકત કરવા યોગ્ય જણાતું નથી. આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જવાની શકયતા છે.

નિકોલ વિસ્તારમાં મિલકતના ભાડાની તકરારમાં 63 વર્ષના કાકા વજેસિંગ ચાવડાની તીક્ષ્‍ણ હથિયારના 11 ઘા ઝીંકીને હત્યા કરવાના મામલે ભત્રીજો નરેન્દ્રસિંહ ઉર્ફે નનો ચાવડાની પોલીસે ધરપકડ કરીને જેલમાં મોકલ્યો હતો. દરમિયાનમાં આરોપી નરેન્દ્રસિંહ ચાવડાએ જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેમાં આરોપીએ એવી રજૂઆત કરી હતી કે, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે, હત્યા કરવાનો કોઇ જ ઇરાદો ન હતો, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન પર મુક્ત કરે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છું તેથી જામીન પર મુક્ત કરવો જોઇએ.

જો કે, અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટને જણાવ્યું હતું કે, વજેસિંગ અને તેમના ભાઇઓને વડીલો પાર્જિત મિલકત મળી હતી, જેમાં ચાર દુકાનો અને જગ્યા ભાડે આપેલી હતી. જ્યારે આ મિલકતના ભાડા અંગે વજેસિંગના ભત્રીજાએ તેમની સાથે અવારનવાર ઝઘડો કર્યો હતો. જેમાં સમાજના આગેવાનોએ વચ્ચે રહીને સમાધાન પણ કરાવ્યું હતું. પરંતુ દુકાન અને જગ્યાનું ભાડું વધારવા અને ટેક્સનો સરખો ભાગ કરવા માટે ગત ૧૭ ઓગસ્ટે ભત્રીજા નરેન્દ્રએ કાકા સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. જે બાદ નરેન્દ્ર ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ તેની અદાવત રાખીને નરેન્દ્રએ વજેસિંગ શુક્રવારે સવારે નિકોલ ગામથી પરત ઘરે જઇ રહ્યા હતા તે સમયે બાઇક લઇને મધુવન મંડપ ડેકોરેશન પાસે ઊભા હતા. ત્યારે નરેન્દ્રએ ચપ્પુના ઘા મારીને કાકા વજેસિંહની હત્યા કરી નાખી હતી. આરોપી સામે ગંભીર ગુનો છે. જામીન પર મુકત કરવામાં આવશે તો સમાજમાં અવળી અસર પડે તેમ છે. જેથી આરોપીની જામીન અરજી ફગાવી જોઈએ.