કાર્યવાહી@અમદાવાદ: યુએસએ ડ્રગ્સ મોકલવાના કેસમાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

 ત્યારે જામીન ન આપવા જોઇએ.
 
 કાર્યવાહી@અમદાવાદ: યુએસએ ડ્રગ્સ મોકલવાના કેસમાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજસ્થાનના પુષ્કરથી નવસારી થઇ યુએસએ ડ્રગ્સ મોકલવાના કેસમાં ઝડપાયેલા આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. પોલીસે આરોપીની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, પાર્સલ મોકલવાના નામે મોટા ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હતી. ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીની સક્રિય સંડોવણી છે ત્યારે જામીન ન આપવા જોઇએ.

વિદેશમાં પાર્સલ થકી ડ્રગ્સ મંગાવાના કેસમાં ઝડપાયેલ આરોપી સંજય ઉર્ફે મામા મોહનલાલજી વૈષ્ણવ (રહે. પુષ્કર રાજસ્થાન)એ રેગ્યુલર જામીન માટે અરજી કરી એવી રજૂઆત કરી હતી કે, મારો કોઇ રોલ નથી, અન્ય આરોપીઓના નિવેદનમાં મારૂ નામ ખોલવામાં આવ્યું છે, ઘણા સમયથી જેલમાં છું,આ મામલે પોલીસે તપાસ કરી ચાર્જશીટ પણ કરી દીધી છે, જેથી પુરાવા સાથે ચેડાં થવાનો કે પછી સાક્ષી ફોડવાનો પ્રશ્ન નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી જામીન આપવા જોઇએ.

અરજીનો વિરોધ કરતા સરકારી વકીલ આર.સી. ખત્રીએ એવી દલીલ કરી હતી કે, આરોપીઓની તપાસમાં પાંચ મહિનામાં પાંચ વખત કરોડો રૂપિયાનુ ડ્રગ્સ વિદેશ પાર્સલ થકી પહોંચ્યુ હોવાનું મોટો ખુલાસો થયો છે. અન્ય આરોપીઓ સાથે રાજસ્થાનના પુષ્કરમાં રહેતા બંન્ને આરોપીઓ ડ્રગ હેરાફેરીમાં કેરિયર તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યુ છે. સહ આરોપી સોનુ ગોયલને ડ્રગ્સનો જથ્થો પાર્સલ કરવા માટે સંજય વૈષ્ણવ પૈસા આપતો હતો. ડ્રગ્સના પાર્સલમાં કોઇને શંકા ન જાય તે માટે કોસ્મેટિક સાધનો, મરી મસાલા અને કપડાની આડમાં ડ્રગ્સ વિદેશ મોકલતા હતા, રાજસ્થાનનો એક અજાણ્યો શખ્સ ડ્રગ્સનો જથ્થો સંજયને USAમાં પાર્સલ કરવા આપતા હતા. જે એક પાર્સલના 30 હજાર સંજય વૈષ્ણવને આપવામાં આવતા હતા.

આરોપી સંજય ડ્રગ્સનો જથ્થો પાર્સલ કરવા તેના મિત્ર સોનુને આપતો હતો. જે સોનુ ગોયલ પાર્સલને ડ્રગ્સને યોગ્ય રીતે પેકિંગ કરીને રાજસ્થાનથી નવસારી અને નવસારીથી મુબઇ થકી USAમાં પહોચાડતો હતો. જેના 20 હજાર રૂપિયા સંજય સોનુને આપ્યો હતા, ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપીઓ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનુ ડ્રગ્સ પાંચ વખત પાર્સલ થકી USAમાં મોકલી ચુક્યા છે. વર્ષ 2020માં રાજસ્થાનના પુષ્કર પોલીસે 260 કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ ઇન્જેક્શન કેસમાં આરોપી સંજય વૈષ્ણવની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આવા કેસમાં આરોપીને જામીન પર મુક્ત ન કરવો જોઇએ.